Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જાઓ... જી લો અપની ઝિંદગી

જાઓ... જી લો અપની ઝિંદગી

Published : 08 September, 2026 11:46 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટ્રિપ્લેટ્સ અભ્યાસ માટે મુંબઈથી અમેરિકા રવાના થયાં એ નિમિત્તે ફારાહખાને લખી ઇમોશનલ પોસ્ટ

 ફારાહ ખાન

ફારાહ ખાન


ફિલ્મમેકર અને કૉરિયોગ્રાફર ફારાહ ખાન અને શિરીષ કુંદરને બે દીકરીઓ દિવા અને અન્યા તેમ જ દીકરો ઝાર એમ ટ્રિપ્લેટ્સ સંતાનો છે. હવે આ બાળકો આગળના અભ્યાસ માટે મુંબઈથી દૂર અમેરિકા રવાના થઈ ગયાં છે. ત્રણેય અલગ-અલગ યુનિવર્સિટી અને ત્રણ અલગ-અલગ શહેરોમાં પોતાનો આગળનો અભ્યાસ પૂર્ણ કરશે. આ સંજોગોમાં બાળકોને વિદાય આપતી વખતે ફારાહ ખૂબ ઇમોશનલ થઈ ગઈ હતી. 
ફારાહે સોશ્યલ મીડિયામાં ઘણી તસવીરો શૅર કરી હતી. આ તસવીરોમાં તે પોતાનાં ત્રણેય બાળકો સાથે સમય પસાર કરતી જોવા મળી રહી છે. ફારાહે પોસ્ટ સાથે લખ્યું હતું કે ‘જો તમને લાગે છે કે તમારા બાળકને કૉલેજ મોકલવું મુશ્કેલ છે તો આવું ત્રણ વખત કરીને જુઓ. ૩ શહેર, ૩ કૅમ્પસ... ૩ વિદાય. મારા હૃદયના ૩ ટુકડા. જાઓ... જી લો અપની ઝિંદગી... પણ યાદ રાખજો, બધા રસ્તા ફરી મમ્મી અને ડૅડ પાસે જ આવે છે.’


Whatsapp-channel Whatsapp-channel

08 September, 2026 11:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK