Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

OTT જંક્શન

Published : 24 October, 2026 03:35 PM | Modified : 24 October, 2026 04:02 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મનોજ બાજપેયીની વિવાદોમાં સપડાયેલી ‘ઘૂસખોર પંડત’ હવે ‘ગજબ રાત’ના નામે રિલીઝ થઈ છે. નીરજ પાંડેના બૅનર હેઠળ બનેલી આ ક્રાઇમ થ્રિલરની આખી વાર્તા એક જ રાતમાં બને છે.

ગજબ રાત, દુનિયા કી ઠાંય ઠાંય, ચાર યાર, સુમો દીદી

ગજબ રાત, દુનિયા કી ઠાંય ઠાંય, ચાર યાર, સુમો દીદી


ગજબ રાત

મનોજ બાજપેયીની વિવાદોમાં સપડાયેલી ‘ઘૂસખોર પંડત’ હવે ‘ગજબ રાત’ના નામે રિલીઝ થઈ છે. નીરજ પાંડેના બૅનર હેઠળ બનેલી આ ક્રાઇમ થ્રિલરની આખી વાર્તા એક જ રાતમાં બને છે. એમાં એક પોલીસ-અધિકારીની ભૂમિકામાં મનોજ બાજપેયી એક રહસ્યમય યુવતી પર થયેલા કૉમ્પ્લેક્સ હુમલાની તપાસ કરે છે અને પરિણામ તેને અલગ જ દિશામાં લઈ જાય છે. ફિલ્મના અન્ય કલાકારોમાં સાકિબ સલીમ, અક્ષય ઑબેરૉય, દિવ્યા દત્તા, કીકુ શારદા અને નુશરત ભરૂચાનો સમાવેશ થાય છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. 



દુનિયા કી ઠાંય ઠાંય


‘દુનિયા કી ઠાંય ઠાંય’ એક નવી વેબ-સિરીઝ છે. આ સિરીઝની વાર્તા શક્તિપુર નામના સ્થળની છે જ્યાં વિકાસ નામનો એક યુવક શૂટર બનવા માગે છે. તેનું સપનું ઑલિમ્પિક્સમાં દેશ માટે મેડલ જીતવાનું છે, પણ પ્રેમમાં મળેલા દગા પછી તેનું જીવન અજાણ્યા માર્ગે વળી જાય છે. શક્તિપુર રાજકીય વર્ચસ્વ ધરાવતો વિસ્તાર છે. વિકાસને એ વિસ્તારના દબંગ વિધાનસભ્યની દીકરી વૈષ્ણવી ચતુર્વેદી સાથે પ્રેમ છે. જોકે વાર્તામાં વળાંક આવે છે અને વૈષ્ણવીની ખોટી જુબાનીને કારણે વિકાસ જેલમાં પહોંચી જાય છે. જેલમાં તેને અલગ પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે. વર્ષો પછી જ્યારે તે જેલમાંથી છૂટે છે ત્યારે નસીબ તેને ફરી વૈષ્ણવીની સામે લાવીને ઊભો રાખે છે પણ ત્યાં સુધીમાં પરિસ્થિતિ બદલાઈ ચૂકી હોય છે. વૈષ્ણવી હવે શહેરની પોલીસ-કમિશનર છે, જ્યારે વિકાસ ખતરનાક વિક્કી ભૈયા બની ગયો છે. આ વેબ-સિરીઝ MX પ્લેયર પર સ્ટ્રીમ થઈ રહી છે.

ચાર યાર


‘ચાર યાર’ એક ક્રાઇમ ડ્રામા સિરીઝ છે. આ સિરીઝની વાર્તા ચાર મિત્રોની આસપાસ ફરે છે જેઓ ગુનાની દુનિયામાં પ્રવેશ કરે છે. પૈસા કમાઈને પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવાની ઇચ્છામાં આ ચારેય એક ગુનાહિત સિન્ડિકેટનો હિસ્સો બની જાય છે. જોકે એના કારણે તેમની વફાદારી અને પરસ્પર સંબંધોમાં સતત પરિવર્તન આવતું રહે છે. આ સિરીઝ પ્રાઇમ વિડિયો પર દેખાડવામાં આવી રહી છે.

સુમો દીદી

‘સુમો દીદી’ એક સ્પોર્ટ્‌સ બાયોપિક છે, જે ભારતની પ્રથમ પ્રોફેશનલ મહિલા સુમો પહેલવાન હેતલ દવેના જીવનથી પ્રેરિત છે. જપાન, કલકત્તા અને મુંબઈમાં ફિલ્માવવામાં આવેલી આ ફિલ્મ એક અનોખું સપનું પૂરું કરવા માટે શરીરના દેખાવને લઈને કરવામાં આવતી ટીકા અને પિતૃસત્તાક માન્યતાઓ સામે લડવામાં આવતી લડાઈ દર્શાવે છે. આ ફિલ્મ ટોક્યો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને પામ સ્પ્રિંગ્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ દર્શાવવામાં આવી ચૂકી છે. આ ફિલ્મને ઝી5 પર જોઈ શકાશે.

Whatsapp-channel Whatsapp-channel

24 October, 2026 04:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK