અક્ષયકુમારની નેટવર્થ ૭૪૨ કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
અક્ષયકુમાર
અક્ષયકુમારની ફિલ્મો નિષ્ફળ જઈ રહી હોવા છતાં તેની નેટવર્થમાં વધારો થઈ રહ્યો છે. તેની નેટવર્થ ૭૪૨ કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. લાઇફસ્ટાઇલ એશિયા દ્વારા તેની આ નેટવર્થ કહેવામાં આવી છે. તેની ફિલ્મો તો નિષ્ફળ જઈ રહી છે, પરંતુ તેના બિઝનેસ અને એન્ડોર્સમેન્ટમાંથી ઘણા પૈસા આવી રહ્યા છે. તે એક બ્રૅન્ડને એન્ડોર્સ કરવાના છ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તેમ જ ટેક્નૉલૉજી સ્ટાર્ટઅપ, રિયલ એસ્ટેટ, સ્પોર્ટ્સ ટીમ, ફિટનેસ અને કપડાંમાં પણ તેનું ઇન્વેસ્ટમેન્ટ છે. તેની પાસે ઘણી કાર અને પ્રાઇવેટ જેટ પણ છે અને એની કિંમત અંદાજે ૨૬૦ કરોડની આસપાસ છે. પ્રૉપર્ટીમાં પણ તેનું ૮૦ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે.

