દીકરીના રંગ પર કમેન્ટ કરનારને મૂર્ખ રિલેટિવ કહ્યા ટ્વિન્કલ ખન્નાએ
ટ્વિન્કલ ખન્ના બાળકો સાથે
ટ્વિન્કલ ખન્ના અને અક્ષયકુમારને આરવ અને નિતારા નામનાં બે બાળકો છે. એક ઘટનાનો ઉલ્લેખ કરતાં ટ્વિન્કલ જણાવે છે કે તેમના સંબંધીએ એક વખત નિતારાના રંગ પર કમેન્ટ કરી હતી. એને કારણે હતાશ થયેલી નિતારાએ સ્વિમિંગ કરવાનું છોડી દીધું હતું. આવા સંબંધીને ટ્વિન્કલે ફુલિશ રિલેટિવ કહ્યા છે. એ બાબતને યાદ કરીને ટ્વિન્કલ કહે છે, ‘એક સમય હતો જ્યારે મારી નાનકડી દીકરી નિતારાએ સ્વિમિંગ શીખવાનું બંધ કરી દીધું હતું, કેમ કે સ્કિન ટૅન થવાથી તેને માઠું લાગી ગયું હતું. તે કહેતી હતી કે મને પણ ભાઈ જેવો ગોરો રંગ જોઈએ છે.’
નિતારાએ આવું કહ્યું એની પાછળ કોઈ સંબંધી જવાબદાર હતા. રિલેટિવે શું કહ્યું હતું એ વિશે ટ્વિન્કલ કહે છે, ‘તે ખૂબ ક્યુટ છે, પરંતુ તેનો રંગ તેના ભાઈ જેવો નથી. બાદમાં મેં દીકરીને સમજાવ્યું કે વાઇટ લાઇટ કલર છે, એ જલદી મેલો થઈ જાય છે. બ્રાઉન ડાર્ક હોવાથી એ મેલો નથી થતો.’

