Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Entertainment Updates: ટાઇગર શ્રોફ પહોંચ્યો બાગેશ્વર બાબાના દરબારમાં

Entertainment Updates: ટાઇગર શ્રોફ પહોંચ્યો બાગેશ્વર બાબાના દરબારમાં

Published : 24 June, 2026 01:32 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

Entertainment Updates: અને વધુ સમાચાર

ટાઇગર શ્રોફ બાગેશ્વર બાબાના દરબારમાં

ટાઇગર શ્રોફ બાગેશ્વર બાબાના દરબારમાં


ગઈ કાલે ટાઇગર શ્રોફે ભિવંડી ખાતે આવેલા સનાતન મઠમાં બાગેશ્વર બાબાને મળીને તેમના આશીર્વાદ લીધા હતા. આ મુલાકાત દરમ્યાન બન્ને વચ્ચે સમાજહિત અને જનકલ્યાણ સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. વાતચીત દરમ્યાન બાગેશ્વર બાબા દ્વારા સંચાલિત જનસેવાનાં અનેક કાર્યો વિશે માહિતી આપવામાં આવી હતી. આ જનસેવાનાં કાર્યોમાં ગરીબ દીકરીઓ માટે બનાવવામાં આવી રહેલી કૅન્સર હૉસ્પિટલ તેમ જ બાગેશ્વર ધામ ખાતે સતત ચાલતા મા અન્નપૂર્ણા પ્રસાદમ રસોડા અને ભંડારાની સેવાઓનો પણ સમાવેશ થાય છે. ટાઇગર શ્રોફે આ જનકલ્યાણકારી યોજનાની પ્રશંસા કરી હતી અને સમાજસેવા માટે ચાલી રહેલા આ અભિયાનને બિરદાવ્યું હતું. મુલાકાતના અંતે ટાઇગર શ્રોફે બાગેશ્વર બાબાને અંગવસ્ત્ર અર્પણ કર્યું અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

કઝિનના ફંક્શનમાં છવાઈ ગયો ગજરાજ બટવા સાથેનો સોનમ કપૂરનો લુક




બોની કપૂરની દીકરી અંશુલા કપૂરનું રવિવારે પ્રી-વેડિંગ ફંક્શન યોજવામાં આવ્યું હતું, આ ફંક્શનમાં અંશુલાની કઝિન સોનમ કપૂરનો લુક આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ફંક્શનમાં સોનમે પરંપરાગત આઉટફિટને બદલે કસ્ટમ ડિઝાઇન પહેરી હતી જેમાં કુર્તા સાથે ધોતી-સ્ટાઇલનું બૉટમ સામેલ હતું. આ લુકને વધુ ભવ્ય બનાવવા માટે તેમણે ડબલ દુપટ્ટાની સ્ટાઇલ અપનાવી હતી. આ આઉટફિટ સાથે સોનમે ‘ગજરાજ બટવા’ નામનું હાથીના મસ્તકના આકારવાળું પોટલી પર્સ રાખીને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. આ ઍક્સેસરીએ સમગ્ર લુકનું મુખ્ય આકર્ષણ બનીને ફૅશનપ્રેમીઓનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.

મારી પ્રતિભાને ઓછી ન આંકો... હું બુમરાહને પણ સ્પર્ધા આપી શકું છું


કરીના કપૂરે શૅર કરી મોટા દીકરા તૈમૂર સાથે નેટ-પ્રૅક્ટિસ કરતી તસવીરો

કરીના કપૂરે તાજેતરમાં પોતાના સ્પોર્ટી અંદાજથી ફૅન્સને આશ્ચર્યચકિત કરી દીધા છે. કરીનાએ ક્રિકેટના મેદાનમાંથી પોતાની કેટલીક તસવીરો શૅર કરી હતી જેમાં તે પોતાના મોટા દીકરા તૈમૂર સાથે નેટ-પ્રૅક્ટિસ કરી રહી છે. આ તસવીરો પોસ્ટ કરીને કરીનાએ  ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ટૅગ કરીને લખ્યું હતું કે ‘મારી પ્રતિભાને ઓછી ન આંકો... હું બુમરાહને પણ સ્પર્ધા આપી શકું છું.’

હૃતિક રોશનની મમ્મી ૭૧ વર્ષની ઉંમરે જિમમાં પાડે છે ગજબનો પરસેવો

હૃતિક રોશનની મમ્મી પિન્કી રોશન ૭૧ વર્ષની ઉંમરે જિમમાં ગજબનો પરસેવો પાડીને પોતાની તંદુરસ્તી અને શક્તિ પ્રત્યેની પ્રતિબદ્ધતાથી હજારો લોકોને પ્રેરણા આપી રહી છે. હાલમાં પિન્કીએ સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં વર્કઆઉટના કેટલાક વિડિયો શૅર કર્યા હતા જેને જોઈને લોકો ખૂબ પ્રભાવિત થયા છે. વિડિયોમાં તેઓ આત્મવિશ્વાસ, સંતુલન અને અદ્ભુત ઊર્જા સાથે વિવિધ કસરતો કરતાં જોવા મળે છે. આ વિડિયો સાથે પિન્કીએ એક પ્રેરણાદાયક સંદેશ લખ્યો હતો કે ‘મારા દિવસનો સૌથી સારો ભાગ... હેડ, હાર્ટ અને હૅન્ડ - આ ત્રણ ‘H’ને જોડો અને જીવનમાં સંતુલન મેળવો. આ ‘HHH’ની પ્રૅક્ટિસ ચાલુ રાખો. મારા પર અને તમારી જાત પર વિશ્વાસ રાખો.’

Whatsapp-channel Whatsapp-channel

24 June, 2026 01:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK