ભારતીય ટીમને લીગ સ્ટેજમાં શ્રીલંકા સામે ૧૭૯ રને જીત મળી હતી. પાકિસ્તાન સામે ભારતને એક વિકેટે હાર મળી હતી. બંગલાદેશ સામેની અંતિમ મૅચમાં ભારતીય ટીમે ૧૨૪ રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કરીને ૮ વિકેટે જીત નોંધાવી હતી.
બન્ને ટીમના કૅપ્ટન્સ
બંગલાદેશમાં આયોજિત બ્લાઇન્ડ મેન્સ એશિયા કપ 2026ની ફાઇનલ મૅચ આજે રમાશે. પહેલી સીઝન ૨૦૧૬માં ભારતના કોચીમાં રમાઈ હતી. પહેલી સીઝનની ફાઇનલ મૅચમાં પાકિસ્તાનને હરાવીને ભારતીય ટીમ ચૅમ્પિયન બની હતી. બીજી સીઝનની ફાઇનલ મૅચમાં પણ કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાનની ટક્કર થશે.
પાંચ ટીમોની ટુર્નામેન્ટમાં ટૉપ ટૂમાં રહીને ભારત અને પાકિસ્તાને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ભારતીય ટીમને લીગ સ્ટેજમાં શ્રીલંકા સામે ૧૭૯ રને જીત મળી હતી. પાકિસ્તાન સામે ભારતને એક વિકેટે હાર મળી હતી. બંગલાદેશ સામેની અંતિમ મૅચમાં ભારતીય ટીમે ૧૨૪ રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કરીને ૮ વિકેટે જીત નોંધાવી હતી.
ADVERTISEMENT
પાંચમી ટીમ અફઘાનિસ્તાન આંતરિક સમસ્યાઓને કારણે આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકી નહોતી. અહેવાલ અનુસાર અફઘાનિસ્તાનની ટીમ પોતાના ટ્રાવેલ અને ટિકિટના ખર્ચ માટે ફંડ એકત્ર કરી શકી નહોતી. ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા આ વખતે ભારતની બ્લાઇન્ડ મેન્સ ટીમનો ટ્રાવેલનો ખર્ચ ઉપાડવામાં આવ્યો છે.
મૅચનો સમય સવારે ૧૧.૦૦ વાગ્યાથી
