હાલમાં ઇમરાન એક આઉટિંગ વખતે પત્ની સાથે ફોટોગ્રાફર્સના કૅમેરામાં ક્લિક થઈ ગયો હતો
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ઇમરાન હાશ્મી પોતાના અંગત જીવનને ખૂબ પ્રાઇવેટ રાખે છે. તે અને તેની પત્ની પરવીન શહાની ભાગ્યે જ જાહેરમાં જોવા મળે છે. હાલમાં ઇમરાન એક આઉટિંગ વખતે પત્ની સાથે ફોટોગ્રાફર્સના કૅમેરામાં ક્લિક થઈ ગયો હતો. એ વખતે પરવીને બ્રાઉન જીન્સ અને બ્લૅક ફુલ-સ્લીવ ટૉપ પહેર્યું હતું અને તે નો-મેકઅપ લુકમાં જોવા મળી હતી.
ઇમરાન અને પરવીને ૬ વર્ષના ડેટિંગ પછી ૨૦૦૬માં લગ્ન કર્યાં હતાં. જોકે ફોટોગ્રાફર્સે જ્યારે ઇમરાનને પત્ની પરવીન સાથે પોઝ આપવા કહ્યું ત્યારે તેણે ના પાડી દીધી અને પછી બન્ને ફટાફટ માથું નમાવીને ગાડીમાં બેસી ગયાં હતાં અને ત્યાંથી રવાના થઈ ગયાં હતાં.


