Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઇમરાન હાશ્મીનો ભાંડો ફૂટ્યો

ઇમરાન હાશ્મીનો ભાંડો ફૂટ્યો

29 September, 2011 06:09 PM IST |

ઇમરાન હાશ્મીનો ભાંડો ફૂટ્યો

ઇમરાન હાશ્મીનો ભાંડો ફૂટ્યો


 



‘શાંઘાઈ’ના આઇટમસૉન્ગમાં રિહર્સ કરેલાં સ્ટેપ્સ પર ડાન્સ કરવાનો આવ્યો ત્યારે ખુલાસો થયો કે તે ડાન્સિંગથી કેટલો અનકમ્ફર્ટેબલ છે



આની પાછળનું કારણ રિહર્સ કરેલાં સ્ટેપ્સથી ડાન્સ કરવામાં ઇમરાન ઘણો અનકમ્ફર્ટેબલ છે અને ડાન્સથી બને એટલો તે દૂર જ રહેવા માગે છે.


આ જ વાત અત્યાર સુધી છુપાયેલી હતી, પણ થોડા દિવસ પહેલાં ‘શાંઘાઈ’ના બહુચર્ચિત આઇટમસૉન્ગના શૂટિંગ માટે તૈયારીઓ થઈ રહી હતી ત્યારે અચાનક જ પ્રોડ્યુસરોએ ડિમાન્ડ મૂકી કે સ્ટ્રીટ-ડાન્સ પરના આ ગીતમાં ઇમરાન માત્ર એક પ્રેક્ષક તરીકે જ ન રહે, એમાં પફોર્ર્મ પણ કરે. જોકે ડિરેક્ટર દિબાકર બૅનરજી (‘ખોસલા કા ઘોસલા’ અને ‘લવ સેક્સ ઔર ધોખા’ના દિગ્દર્શક)ને પણ આ વાત સાચી લાગી હતી.



ઇમરાનના રીઍક્શન વિશે તેઓ કહે છે, ‘જ્યારે પ્રોડ્યુસરોએ આ વાત કહી ત્યારે અમારે ગીતનો કૉન્સેપ્ટ બદલવો પડ્યો. જોકે ઇમરાને કહી દીધું કે તે રિહર્સ કરેલાં સ્ટેપ્સ નહીં કરે અને એક સામાન્ય માણસ જેમ અચાનક જ ડાન્સ કરવા માટે જોડાઈ જતો હોય છે એમ શૂટિંગ દરમ્યાન જ પોતાની રીતે નાચી લેશે.’


જોકે ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિના કહેવા મુજબ ઇમરાનને ખબર હતી કે રિહર્સ કરીને ડાન્સ કરવામાં તે કેટલો અન્કમ્ફર્ટેબલ છે અને એટલે જ તેણે આ બહાનું બનાવ્યું હતું. ખબરો અનુસાર ગીત જેટલું એન્ટરટેઇનિંગ રહ્યું એના કરતાં વધારે તો ઇમરાનનો ડાન્સ રહ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

29 September, 2011 06:09 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK