બૉબી દેઓલને લવકુશ રામલીલા સમિતિએ બીજી ઑક્ટોબરે ઐતિહાસિક લાલ કિલ્લા મેદાનમાં રાવણના પૂતળાનું પ્રતીકાત્મક દહન કરવા માટે આમંત્રિત કર્યો છે
બૉબી દેઓલ
દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે યોજાતી લવકુશ રામલીલા આ દશેરાએ વધારે ભવ્ય રીતે રજૂ થવાની છે. આ દશેરાએ બૉબી દેઓલ રામના રૂપમાં રાવણનું દહન કરતો જોવા મળશે અને બૉબીએ પણ આ વાતને સમર્થન આપ્યું છે. રિપોર્ટ પ્રમાણે બૉબી દેઓલને લવકુશ રામલીલા સમિતિએ બીજી ઑક્ટોબરે ઐતિહાસિક લાલ કિલ્લા મેદાનમાં રાવણના પૂતળાનું પ્રતીકાત્મક દહન કરવા માટે આમંત્રિત કર્યો છે. બૉબીએ પણ આ વાર્ષિક પરંપરાનો ભાગ બનવા પર આનંદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ‘દિલ્હીની રામલીલામાં આ વખતે હું આવી રહ્યો છું... તો મળીએ દશેરા પર.’
લાલ કિલ્લા ખાતે યોજાતી લવકુશ રામલીલા દેશની સૌથી મોટી રામલીલાઓમાંની એક છે, જેમાં પૌરાણિક કથાઓ અને આધુનિક તમાશાનું મિશ્રણ હોય છે. એને જોવા માટે દિલ્હી અને એની બહારથી દર્શકો મોટી સંખ્યામાં આવે છે. આયોજકોનું માનવું છે કે આ વર્ષે બૉબી દેઓલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાને કારણે મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે.


