રાજપાલ યાદવે ‘અર્ધ’માં ટ્રાન્સજેન્ડરની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મનું શૂટિંગ ઘણી પબ્લિક પ્લેસમાં કરવામાં આવ્યું હતું.
રાજપાલ યાદવ
રાજપાલ યાદવે ‘અર્ધ’માં ટ્રાન્સજેન્ડરની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મનું શૂટિંગ ઘણી પબ્લિક પ્લેસમાં કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન ઘણા લોકો તેને ઓળખી નહોતા શક્યા અને તેને સાચે જ ગે માની બેઠા હતા. આ વિશે વાત કરતાં રાજપાલ યાદવે કહ્યું હતું કે ‘અમે જ્યારે શૂટિંગ કરી રહ્યા હતા હતા ત્યારે હું કિન્નરના ડ્રેસમાં હતો અને ટ્રાફિકમાંથી પસાર થઈ રહ્યો હતો. ઇન્ટરેસ્ટિંગ વાત એ હતી કે મને કોઈએ ઓળખ્યો નહોતો અને એક જણે તો મને દસ રૂપિયાની નોટ પણ પકડાવી દીધી હતી. તે મને ઓરિજિનલ કિન્નર સમજી બેઠો હતો. એક ઍક્ટર તરીકે આ મારા માટે ખૂબ જ સારો એક્સ્પીરિયન્સ હતો.’