કોરોનાને જોતાં એ. આર. રહમાને રિલીઝ કર્યું ‘99 સૉન્ગ્સ’નું આલબમ
એ.આર. રહેમાન
કોરોના વાઇરસને જોતાં એ. આર. રહમાને આવનારી ફિલ્મ ‘99 સૉન્ગ્સ’નું પૂરું આલબમ ઑનલાઇન રિલીઝ કરી દીધું છે. આ કપરા સમયમાં તેઓ લોકોને આ એક નાનકડી ભેટ આપવા માગે છે. આ ફિલ્મનાં તેઓ રાઇટર અને પ્રોડ્યુસર છે. એ વિશેની માહિતી ટ્વિટર પર આપતાં એ. આર. રહમાને ટ્વીટ કર્યું હતું, ‘આ મુશ્કેલ ઘડીમાં ‘99 સૉન્ગ્સ’નું પૂરું આલબમ રિલીઝ કરીને તમને હળવાશ આપવા માગું છું. હાલની પરિસ્થિતિને જોતાં ઘરમાં બંધ થયા છે એ દરેક વ્યક્તિ તમારું કવર-સૉન્ગ પોસ્ટ કરો.’