Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આદિત્ય રૉય કપૂર પર હુમલાની લટકતી તલવાર? ઘરમાં જબરજસ્તી ઘૂસી મહિલા, FIR દાખલ

આદિત્ય રૉય કપૂર પર હુમલાની લટકતી તલવાર? ઘરમાં જબરજસ્તી ઘૂસી મહિલા, FIR દાખલ

Published : 27 May, 2025 02:04 PM | Modified : 28 May, 2025 06:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બૉલિવૂડ અભિનેતા આદિત્ય રૉય કપૂરના ઘરમાં દુબઈથી આવેલી એક અજાણી મહિલા ઘૂસી ગઈ; ખાર પોલીસે દાખલ કરી એફઆઇઆર

આદિત્ય રૉય કપૂરની ફાઈલ તસવીર

આદિત્ય રૉય કપૂરની ફાઈલ તસવીર


થોડા દિવસો પહેલા જ બોલિવૂડ (Bollywood)ના ‘ભાઈજાન’ એટલે કે અભિનેતા સલમાન ખાન (Salman Khan)ના ઘરમાં કેટલાક અજાણ્યા લોકોએ ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે સુરક્ષામાં બેદરકારીનો મામલો સામે આવ્યો હતો. હવે અભિનેતા આદિત્ય રૉય કપૂર (Aditya Roy Kapur) સાથે પણ આવું જ કંઈક બન્યું છે, જેમાં એક અજાણી મહિલાએ તેના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ અંગે મુંબઈ પોલીસ (Mumbai Police)માં ફરિયાદ પણ નોંધાઈ છે.

આ ઘટના અભિનેતા આદિત્ય રૉય કપૂરના મુંબઈ (Mumbai)ના બાંદ્રા (Bandra) વેસ્ટ સ્થિત નિવાસસ્થાને બની હતી. આ ઘટનાની ફરિયાદ અભિનેતાની નોકરાણી સંગીતા પવાર (Sangita Pawar)એ ખાર પોલીસ સ્ટેશન (Khar Police Station)માં ફરિયાદ નોંધાવી હોવાનું કહેવાય છે. ફરિયાદ મુજબ, ૨૬ મેના રોજ, અભિનેતા શૂટિંગ માટે બહાર ગયો હતો અને તેની નોકરાણી ઘરે એકલી હતી. તે દિવસે સાંજે લગભગ છ વાગ્યે ડોરબેલ વાગી. નોકરાણીએ દરવાજા પર એક મહિલાને ઉભએલી જોઈ. મહિલાએ પૂછ્યું કે શું આ આદિત્ય રૉય કપૂરનું ઘર છે. જ્યારે નોકરાણીએ પુષ્ટિ કરી, ત્યારે મહિલાએ કહ્યું કે તે અભિનેતાને ભેટ આપવા માંગે છે.



આ પછી, ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે મહિલા ઘરની બહાર ન નીકળવાની જીદ પર અડગ હતી. આ કારણે, સિક્યૉરિટી અને ખાર પોલીસને જાણ કરવામાં આવી હતી. મહિલાએ પોતાનું નામ ગઝાલા ઝકારિયા સિદ્દીકી જણાવ્યું હતું, જે ૪૭ વર્ષની છે અને દુબઈ (Dubai)ની રહેવાસી છે. જ્યારે તેને અભિનેતાના ઘરે આવવાનો હેતુ પૂછવામાં આવ્યો ત્યારે તેણે કોઈ જવાબ આપ્યો નહીં. મહિલા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે અને પૂછપરછ ચાલી રહી છે.


જ્યારે આદિત્ય રૉય કપૂર ઘરે પાછો ફર્યો, ત્યારે સંગીતાએ તેને તે મહિલા અને તેને મળવાના તેના ઇરાદા વિશે જણાવ્યું. જ્યારે આદિત્યએ કહ્યું કે તે તેને ઓળખતો નથી, ત્યારે મહિલાએ તેની પાસે જવાનો પ્રયાસ કર્યો હતો. આદિત્યએ તાત્કાલિક બિલ્ડિંગના સેક્રેટરીનો સંપર્ક કર્યો, જેમણે તરત જ અભિનેતાની મેનેજર શ્રુતિ રાવ (Shruti Rao)નો સંપર્ક કર્યો. આ વિચિત્ર અને ડરામણી ઘટનાની જાણ થતાં, શ્રુતિ ઝડપથી કપૂરના ઘરે પહોંચી અને ખાર પોલીસનો સંપર્ક કર્યો.

ઘુસણખોર મહિલા (Dubai woman breaks into Aditya Roy Kapur`s Bandra home) સામે કેસ નોંધ્યા પછી, પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી અને ખુલાસો કર્યો કે ગઝાલા દુબઈની રહેવાસી છે. જોકે, જ્યારે તેને અભિનેતાની મુલાકાત લેવાના હેતુ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને પ્રશ્નો ટાળ્યા હતા. પ્રાથમિક તપાસના આધારે, પોલીસે ૪૭ વર્ષીય મહિલા વિરુદ્ધ સંભવિત ગુનાહિત ઇરાદા સાથે અભિનેતાના નિવાસસ્થાનમાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરવા બદલ કેસ દાખલ કર્યો છે. ભારતીય ન્યાય સંહિતાના કલમ 331(2) (ઘર-અતિક્રમણ અથવા ઘર તોડવા બદલ સજા) હેઠળ સિદ્દીક વિરુદ્ધ પ્રથમ માહિતી અહેવાલ (FIR) દાખલ કરવામાં આવી છે.


તમને જણાવી દઈએ કે, આદિત્ય રૉય કપૂર પહેલા પણ, અજાણ્યા વ્યક્તિઓ દ્વારા આ જ રીતે ફિલ્મ સ્ટાર્સના ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને તેમના પર ગુનાહિત કૃત્યો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તાજેતરમાં, અભિનેતા સલમાન ખાન ઉપરાંત, થોડા મહિના પહેલા પીઢ અભિનેતા સૈફ અલી ખાન (Saif Ali Khan) પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં તે ઘાયલ થયો હતો.

આદિત્ય રૉય કપૂરની અપકમિંગ ફિલ્મની વાત કરીએ તો, વર્ષ ૨૦૧૩માં રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘આશિકી ૨’ (Aashiqui 2) દ્વારા ફેન્સના દિલમાં જગ્યા બનાવનાર અભિનેતા ફરી એકવાર આ ફિલ્મના દિગ્દર્શક મોહિત સુરી (Mohit Suri) સાથે કામ કરશે તેવી ચર્ચા છે.

Whatsapp-channel Whatsapp-channel

28 May, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK