આ ફિલ્મમાં દિવ્યાને ફરહાનની બહેનનો રોલ ઑફર કરવામાં આવ્યો હતો.

દિવ્યા દત્તા
દિવ્યા દત્તાએ શરૂઆતમાં ‘ભાગ મિલ્ખા ભાગ’માં કામ કરવાની ના પાડી હતી, એનું કારણ છે કે તેને ફરહાન અખ્તર પર ક્રશ હતો. આ ફિલ્મ રાકેશ ઓમપ્રકાશ મેહરાએ બનાવી હતી. ફિલ્મમાં ફરહાનની સાથે સોનમ કપૂર આહુજા, પવન મલ્હોત્રા, પ્રકાશ રાજ અને યોગરાજ સિંહ લીડ રોલમાં હતાં. આ ફિલ્મમાં દિવ્યાને ફરહાનની બહેનનો રોલ ઑફર કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં ના પાડ્યા બાદ તેણે આ રોલ કરવાની હા પાડી હતી. એ વિશે દિવ્યા દત્તાએ કહ્યું કે ‘એ વખતે મને ફરહાન પર અતિશય ક્રશ હોવાથી મેં એ ફિલ્મ કરવાની ના પાડી હતી. મેં એમ કહ્યું કે હું તેની બહેનનો રોલ શું કામ કરું? તો રાકેશે કહ્યું કે તું તો ઍક્ટર છે, પ્રોફેશનલ છે. તો મેં કહ્યું કે હા એ વાત તો ઠીક છે, હું તેમની પહેલી અને છેલ્લી ચૉઇસ હતી.’