Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પરવાનગી વિના બાઇક-ટૅક્સી ચલાવતા ઓલા, ઉબર અને રૅપિડોનાં લાઇસન્સ રદ

પરવાનગી વિના બાઇક-ટૅક્સી ચલાવતા ઓલા, ઉબર અને રૅપિડોનાં લાઇસન્સ રદ

Published : 10 March, 2026 09:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૩૦ ટૂ-વ્હીલર સામે કાર્યવાહી, ૩૩ લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્ર સરકારે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ચાલતી બાઇક-ટૅક્સી સર્વિસ-પ્રોવાઇડર્સનાં પ્રોવિઝનલ લાઇસન્સ રદ કર્યાં છે. નિયમોનું પાલન કર્યા વિના બાઇક-ટૅક્સી ચલાવી રહેલા ઓલા, ઉબર અને રૅપિડો જેવા સર્વિસ-પ્રોવાઇડર સામે કડક પગલાં લેવાની મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે સોમવારે વિધાનસભાને માહિતી આપી હતી. 

પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું કે ‘બાઇક-ટૅક્સી સર્વિસ-પ્રોવાઇડર્સની કામગીરીમાં અનિયમિતતાઓ મળી આવ્યા બાદ કેટલીક કંપનીઓને આપવામાં આવેલાં કામચલાઉ લાઇસન્સ રદ કરવામાં આવ્યાં છે. જે કંપનીઓની કામચલાઉ પરવાનગીઓ પાછી ખેંચી લેવામાં આવી છે એમાં ઉબર ઇન્ડિયા સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ, રૅપિડોનું સંચાલન કરતી રોપેન ટ્રાન્સપોર્ટેશન સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ અને ઓલાની પેરન્ટ કંપની ANI ટેક્નૉલૉજીઝ પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે.’



પ્રતાપ સરનાઈકે વધુમાં જણાવ્યું હતું કે ‘નવી પૉલિસી મુજબ આ કંપનીઓને શરૂઆતમાં જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે ૩૦ દિવસના સમયગાળા માટે કામચલાઉ લાઇસન્સ આપવામાં આવ્યાં હતાં. આ સમયગાળા દરમ્યાન સેફ્ટી અને લાઇસન્સિંગ પ્રક્રિયાઓ સંબંધિત શરતો પૂર્ણ કરવાની હોય છે, પરંતુ કંપનીઓએ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના સર્વિસ શરૂ કરી દીધી હતી એટલે તેમનાં લાઇસન્સ રદ કરવામાં આવ્યાં હતાં. એપ્રિલ ૨૦૨૪થી બાઇક-ટૅક્સી તરીકે ગેરકાયદે ચાલતાં ૧૩૦ ટૂ-વ્હીલર સામે કાર્યવાહી કરી છે અને ૩૩ લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

10 March, 2026 09:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK