ગુરુવારે UAE પર બૅલિસ્ટિક મિસાઇલ અને ૬ ડ્રોન હુમલા થયા હતા
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
દુબઈના રહેવાસીઓને ગઈ કાલે તેમના ફોન પર યુનાઇટેડ આરબ ઍમિરેટ્સ (UAE)ના ગૃહમંત્રાલય દ્વારા ચેતવણી મળી હતી જેમાં તેમને સંભવિત મિસાઇલ ખતરાને કારણે આશ્રય લેવાની વિનંતી કરવામાં આવી હતી. સોશ્યલ મીડિયા યુઝર્સે અનેક પોસ્ટ્સ દ્વારા આની પુષ્ટિ આપી હતી. આ ચેતવણીમાં જણાવવામાં આવ્યું હતું કે હાલની પરિસ્થિતિ સંભવિત મિસાઇલ ખતરાને કારણે નજીકના સુરક્ષિત મકાનમાં તાત્કાલિક આશ્રય મેળવો અને બારીઓ, દરવાજા અને ખુલ્લા વિસ્તારોથી દૂર રહો.
ગુરુવારે UAE પર બૅલિસ્ટિક મિસાઇલ અને ૬ ડ્રોન હુમલા થયા હતા. UAEના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે એણે એ જ દિવસે ૬ મિસાઇલ અને ૧૩૧ ડ્રોનને નિષ્ફળ બનાવ્યાં હતાં.
ગુરુવારે અબુ ધાબીના ઝાયેદ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ નજીક પણ વિસ્ફોટો સંભળાયા હતા.
ADVERTISEMENT
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ફ્લાઇટ્સ રદ થવાથી અને વિલંબને કારણે ઘણા પ્રવાસીઓ UAEમાં ફસાયેલા છે. ફક્ત UAE જ નહીં, ઓમાન, સાઉદી અરેબિયા, બાહરિન અને કુવૈત જેવા અન્ય ગલ્ફ દેશોમાં પણ છેલ્લા કેટલાક દિવસોમાં હુમલાની ઘટનાઓ નોંધાઈ છે.
