ડાયનાએ ‘સેક્શન 84’ નામની ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું છે. જોકે એ ફિલ્મ હજી રિલીઝ નથી થઈ,
અભિષેક બચ્ચન, મમ્મી જયા બચ્ચન અને ૩૯ વર્ષની ઍક્ટ્રેસ ડાયના પેન્ટી
હાલમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની દીકરી આરાધ્યા ફ્રાન્સમાં યોજાઈ રહેલા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા ગયાં છે ત્યારે બુધવાર રાતની પતિ અભિષેક બચ્ચનની કેટલીક તસવીરો વાઇરલ થઈ છે. આ તસવીરોમાં અભિષેક ડિનર પછી મમ્મી જયા બચ્ચન અને ૩૯ વર્ષની ઍક્ટ્રેસ ડાયના પેન્ટી સાથે એક રેસ્ટોરાંની બહાર જોવા મળ્યો હતો. તેમની આ તસવીરો વાઇરલ થયા પછી આ ડિનર ચર્ચાનો મુદ્દો બન્યું છે. આ તસવીરો જોઈને અભિષેક અને ઍશના ફૅન્સને એવો સવાલ થઈ રહ્યો હતો કે અભિષેક અને જયા બચ્ચન સાથે ડાયના પેન્ટી શું કરી રહી છે?
ડાયના અને અભિષેકે અત્યાર સુધી એક પણ ફિલ્મમાં સાથે કામ નથી કર્યું, પણ ડાયનાએ ‘સેક્શન 84’ નામની ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું છે. જોકે એ ફિલ્મ હજી રિલીઝ નથી થઈ, પણ એમાં ડાયના પેન્ટી સાથે નિમ્રત કૌર પણ કામ કરી રહી છે.


