ખુશી અને વેદાંગ લાંબા સમયથી સાથે હતાં અને ઘણી વાર જાહેર સ્થળોએ સાથે જોવા મળતાં હતાં
ખુશી કપૂર અને વૈદાંગ રૈનાની ફાઇલ તસવીર
હાલમાં શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર અને ઍક્ટર વેદાંગ રૈનાના બ્રેકઅપની ચર્ચા છે. બન્નેએ ‘ધી આર્ચીઝ’માં સાથે કામ કર્યું હતું અને ત્યારે બન્ને એકબીજાની નજીક આવી ગયાં હતાં. રિપોર્ટ પ્રમાણે બન્નેએ હવે પોતાના રસ્તા અલગ કરી લીધા છે. ખુશી અને વેદાંગ લાંબા સમયથી સાથે હતાં અને ઘણી વાર જાહેર સ્થળોએ સાથે જોવા મળતાં હતાં. બન્ને લગભગ બે વર્ષ સુધી રિલેશનશિપમાં હતાં પણ હવે તેમણે એના પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
ખુશી અને વેદાંગની નજીકની એક વ્યક્તિએ કન્ફર્મ કર્યું છે કે બન્ને હવે કપલ રહ્યાં નથી. જોકે તેમના બ્રેકઅપ પાછળનું સાચું કારણ હજી સુધી જાણવા નથી મળ્યું. એવું માનવામાં આવે છે કે તાજેતરમાં તેમનું બ્રેકઅપ થયું છે. જોકે આ મુદ્દે બન્નેમાંથી કોઈએ નિવેદન આપ્યું નથી.


