Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તેલુગુ રાજ્યોને હવે એક નવી પુત્રવધૂ મળી છે, પ્લીઝ તેનું ધ્યાન રાખજો

તેલુગુ રાજ્યોને હવે એક નવી પુત્રવધૂ મળી છે, પ્લીઝ તેનું ધ્યાન રાખજો

Published : 05 March, 2026 02:40 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ ગઈ કાલે રિસેપ્શન પહેલાં પત્રકારો સાથે ખાસ મુલાકાત કરી

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા


રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનું ગઈ કાલે હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. તેમણે આ રિસેપ્શન પહેલાં પ્રેસ અને મીડિયા સાથે ખાસ મુલાકાત કરી હતી. લગ્ન પછી રશ્મિકા અને વિજયનું પ્રથમ સત્તાવાર મીટ-ઍન્ડ-ગ્રીટ હતું. આ સમયે નવદંપતીએ મંચ પરથી પ્રેસનો આભાર માન્યો અને વર્ષોથી મળતા સહયોગ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી.

આ સમયે મીડિયા સાથે વાત કરતાં વિજયે કહ્યું હતું કે ‘તમે મને બાળપણથી જોતા આવ્યા છો. ફિલ્મો, ઇન્ટરવ્યુ અને ફોટોશૂટ દ્વારા મારો વિકાસ તમે જોયો છે. જ્યારે હું મારી કરીઅરની શરૂઆત કરી રહ્યો હતો ત્યારે આ બધા ઇન્ટરવ્યુ મારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતા. તેલુગુ પ્રેસે મને હંમેશાં સમર્થન આપ્યું છે. એક અભિનેતા પોતાના સપનાં પાછળ દોડે છે અને તમે એ સફરના ભાગીદાર રહ્યા છો. આજે જ્યારે હું લગ્ન કરી ચૂક્યો છું ત્યારે પણ તમે અમારી સાથે છો અને આપણે સૌ સાથે આગળ વધી રહ્યા છીએ. તેલુગુ રાજ્યોને હવે નવી પુત્રવધૂ મળી છે. પ્લીઝ તેનું ધ્યાન રાખજો. આ પહેલી વાર છે કે અમે જીવનમાં એટલું મોટું પગલું લઈ રહ્યા છીએ. એથી અમે નવી શરૂઆત માટે આપ સૌના આશીર્વાદ માગીએ છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

05 March, 2026 02:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK