તે હાલમાં મૉલદીવ્ઝમાં હનીમૂન મનાવી રહી છે
બેબી બમ્પ સાથે દિયા મિર્ઝા
દિયા મિર્ઝાએ તેના બેબી બમ્પ સાથે તેની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. તેણે પંદર ફેબ્રુઆરીએ વૈભવ રેખી સાથે લગ્ન કર્યાં હતાં. આ તેનાં બીજાં લગ્ન છે. તે હાલમાં મૉલદીવ્ઝમાં હનીમૂન મનાવી રહી છે અને એ દરમ્યાન જ તેણે પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. બેબી બમ્પની શરૂઆત સેકન્ડ ટ્રમેસ્ટરની શરૂઆત એટલે કે બારથી સોળમા અઠવાડિયા વચ્ચે થઈ જાય છે. એટલે કે ત્રણ મહિના બાદ બેબી બમ્પ દેખાય છે અને દિયાનાં લગ્નને હજી દોઢ મહિનો જ થયો છે.