ડિરેક્ટર આદિત્ય ધરે ધુરંધર : ધ રિવેન્જની રિલીઝ વખતે ફૅન્સના નામે પત્ર લખીને આ વિનંતી કરી
ડિરેક્ટર આદિત્ય ધર
‘ધુરંધર : ધ રિવેન્જ’ની રિલીઝ પહેલાં ફિલ્મના ડિરેક્ટર આદિત્ય ધરે પોતાની સોશ્યલ મીડિયા પોસ્ટમાં દર્શકોને ખાસ અપીલ કરી હતી કે ફિલ્મની એન્ડ ક્રેડિટ્સ પૂરી ન થાય ત્યાં સુધી થિયેટરમાંથી બહાર ન નીકળે.
આ સિવાય આદિત્ય ધરે ‘ધુરંધર ફૅમિલી’ માટે એક ભાવુક પત્ર પણ શૅર કર્યો છે. તેણે લખ્યું કે ‘દર્શકોએ ફક્ત ફિલ્મ જોઈ જ નથી, એને પ્રેમ આપ્યો છે, એની દરેક પળને સમજવાનો પ્રયાસ કર્યો છે અને ચર્ચા કરી છે. આ ફિલ્મ હવે ફક્ત મારી નથી રહી, એ દર્શકોની બની ગઈ છે. દર્શકોને મારી વિનંતી છે કે ફિલ્મના કોઈ પણ સ્પૉઇલર્સ સોશ્યલ મીડિયા પર શૅર ન કરે જેથી દરેક વ્યક્તિ કોઈ પણ પૂર્વમાહિતી વગર ફિલ્મ જોઈ શકે અને સંપૂર્ણ અનુભવ માણી શકે.’
ADVERTISEMENT
મધરાતે, વહેલી સવારે, મોડી રાતે... મુંબઈમાં ઍની ટાઇમ, જોવા મળશે `ધુરંધર : ધ રિવેન્જ`

થાણેના વન્ડર મૉલમાં આવેલા મૂવીમૅક્સનું ૧૯ તારીખનું શેડ્યુલ
બુધવારના પેઇડ પ્રિવ્યુ પછી ‘ધુરંધર : ધ રિવેન્જ’ આજે રિલીઝ થઈ ગઈ છે અને એના શો ચોવીસે કલાક રાખવામાં આવ્યા છે. મુંબઈનાં કમસે કમ ૧૨ મલ્ટિપ્લેક્સ એવાં છે જ્યાં મધરાતે પોણાબે-સવાબે વાગ્યાથી શરૂ કરીને મોડી રાતે પોણાબાર-બાર વાગ્યા સુધીના શો રાખવામાં આવ્યા છે.
