Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રતિષ્ઠિત નૅશનલ જ્યૉગ્રાફિક 33-2026 લિસ્ટમાં આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપડાને મળ્યું સ્થાન

પ્રતિષ્ઠિત નૅશનલ જ્યૉગ્રાફિક 33-2026 લિસ્ટમાં આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપડાને મળ્યું સ્થાન

Published : 19 March, 2026 11:51 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલમાં જાહેર કરવામાં આવેલી આ યાદીમાં એવાં ૩૩ વ્યક્તિત્વોને માન આપવામાં આવ્યું છે જેઓ આજના સમયની ગંભીર સમસ્યાનો સામનો કરીને નવા ઉકેલ આપી રહ્યાં છે

પ્રિયંકા ચોપડા, આલિયા ભટ્ટ

પ્રિયંકા ચોપડા, આલિયા ભટ્ટ


નૅશનલ જ્યૉગ્રાફિકે પોતાની પ્રતિષ્ઠિત ‘નૅશનલ જિયોગ્રાફિક 33 - 2026’નું લિસ્ટ જાહેર કર્યું છે જેમાં વિશ્વભરના એવા ચેન્જમેકર્સને સ્થાન આપવામાં આવ્યું છે જે સમાજમાં મહત્ત્વપૂર્ણ બદલાવ લાવી રહ્યા છે. આ યાદીમાં ભારત તરફથી આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપડાનો સમાવેશ થયો છે. હાલમાં જાહેર કરવામાં આવેલી આ યાદીમાં એવાં ૩૩ વ્યક્તિત્વોને માન આપવામાં આવ્યું છે જેઓ આજના સમયની ગંભીર સમસ્યાનો સામનો કરીને નવા ઉકેલ આપી રહ્યાં છે.

આલિયા ભટ્ટને કેમ મળ્યું સ્થાન?



આલિયા ભટ્ટને પર્યાવરણ અને ક્લાઇમેટ વિશે જાગૃતિ ફેલાવવા બદલ સન્માનિત કરવામાં આવી છે. તેણે પોતાની પ્રોડક્શન-કંપની ‘ઇટર્નલ સનશાઇન’ દ્વારા પર્યાવરણ આધારિત પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપ્યું છે. એ ઉપરાંત તેના બાળકો માટેના પુસ્તક ઍનિમલ અડૉપ્શન વિશે જાગૃતિ લાવે છે. તેની કંપનીની એક ખાસ પહેલ ફૅશન રીસેલ દ્વારા પર્યાવરણને મદદ કરે છે અને ચૅરિટી માટે ફન્ડ એકત્રિત કરે છે. સાથે જ તેનું ‘કો-એક્ઝિસ્ટ’ પ્લૅટફૉર્મ ઍનિમલ રાઇટ્સ માટે કામ કરતી સંસ્થાઓને સપોર્ટ કરે છે.


પ્રિયંકા ચોપડાનું યોગદાન

પ્રિયંકા ચોપડાને હેલ્થકૅર અવેરનેસ, ખાસ કરીને ડાયાબિટીઝ વિશે જાગૃતિ ફેલાવવા માટે આ યાદીમાં સ્થાન મળ્યું છે. તે ‘બિયૉન્ડ ટાઇપ 1’ નામની નૉન-પ્રૉફિટ સંસ્થા સાથે જોડાયેલી છે અને ભારતમાં આ બીમારી વિશે લોકોમાં યોગ્ય માહિતી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. તેણે લોકોને સમજાવ્યું છે કે ટાઇપ 1 ડાયાબિટીઝ સાથે પણ સામાન્ય અને સફળ જીવન જીવવું શક્ય છે.


Whatsapp-channel Whatsapp-channel

19 March, 2026 11:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK