‘ધુરંધર’ ફ્રૅન્ચાઇઝીએ કર્યો લગભગ ૨૭૭૧ કરોડ રૂપિયાનો નફો, ૧૦૮૭ ટકા જેટલો તોતિંગ
ફિલ્મનો સીન
રણવીર સિંહની ‘ધુરંધર’ ફ્રૅન્ચાઇઝીએ બૉક્સ-ઑફિસ પર તોફાન મચાવી દીધું છે. આ ફ્રૅન્ચાઇઝીના બન્ને ભાગોએ નિર્માતાઓ પર કમાણીનો વરસાદ કરી દીધો છે. રિપોર્ટ પ્રમાણે ‘ધુરંધર’ અને ‘ધુરંધર : ધ રિવેન્જ’નું કુલ બજેટ અંદાજે ૨૫૫ કરોડ રૂપિયા રહ્યું છે, જ્યારે બન્ને ફિલ્મોનું વિશ્વભરમાં કુલ બૉક્સ-ઑફિસ કલેક્શન આશરે ૩૦૨૫.૯૭ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. આ રીતે નિર્માતાઓને લગભગ ૨૭૭૧ કરોડ રૂપિયાનો નફો થયો છે અને આ રીતે રિટર્ન ઑન ઇન્વેસ્ટમેન્ટ એટલે કે નફો લગભગ ૧૦૮૭ ટકા નોંધાયો છે.
