Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નેપાલના વડા પ્રધાન બાલેન શાહની પહેલી ભારત મુલાકાતઃ રામ અને સીતાની નગરીને જોડતી ટ્રેનનું ઉદ્ઘાટન કરશે

નેપાલના વડા પ્રધાન બાલેન શાહની પહેલી ભારત મુલાકાતઃ રામ અને સીતાની નગરીને જોડતી ટ્રેનનું ઉદ્ઘાટન કરશે

Published : 23 November, 2026 11:25 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નેપાલના વડા પ્રધાન બાલેન શાહ ગઈ કાલે નવી દિલ્હી પહોંચ્યા હતા. આ તેમની પહેલી દ્વિપક્ષીય મુલાકાત છે.

નેપાલના વડા પ્રધાન બાલેન શાહ ગઈ કાલે ભારતના વિદેશ પ્રધાન જયશંકરને મળ્યા હતા.

નેપાલના વડા પ્રધાન બાલેન શાહ ગઈ કાલે ભારતના વિદેશ પ્રધાન જયશંકરને મળ્યા હતા.


નેપાલના વડા પ્રધાન બાલેન શાહ ગઈ કાલે નવી દિલ્હી પહોંચ્યા હતા. આ તેમની પહેલી દ્વિપક્ષીય મુલાકાત છે. બાલેન શાહનું આજે રાષ્ટ્રપતિભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. તેઓ મહાત્મા ગાંધીના સ્મારક પર શ્રદ્ધાંજલિ આપવા માટે રાજઘાટની પણ મુલાકાત લેશે. આ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાલેન શાહ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત થશે. ત્યાર બાદ બન્ને નેતાઓ ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યા અને નેપાલમાં માતા સીતાના જન્મસ્થળ જનકપુરધામ વચ્ચેની એક નવી ટ્રેનનું ઉદ્ઘાટન કરશે.

રામ-સીતાનાં ધામોને જોડતી સાપ્તાહિક ટ્રેન આજે લૉન્ચ થશે



અયોધ્યા કૅન્ટથીથી જનકપુરધામ સુધી દોડનારી આ ટ્રેન ૬૦૪ કિલોમીટરનું અંતર કાપશે. આ ટ્રેનના મુખ્ય સ્ટૉપમાં અયોધ્યાધામ, ગોરખપુર, બસ્તી, નરકટિયાગંજ, રક્સૌલ, સીતામઢી, મધુબની અને જયનગરનો સમાવેશ થાય છે. આ ટ્રેન અઠવાડિયામાં એક વાર દોડશે, જે દર શનિવારે જનકપુરધામથી અને દર સોમવારે અયોધ્યા કૅન્ટથી ઊપડશે. આનાથી ભારતમાં ભગવાન રામના જન્મસ્થળ અને નેપાલમાં માતા સીતાના જન્મસ્થળ વચ્ચે સીધો રેલવેસંપર્ક બનશે. બન્ને દેશોના ભક્તો ટ્રેન દ્વારા રામાયણ સાથે સંકળાયેલાં આ બે મુખ્ય તીર્થસ્થાનો સુધી પહોંચી શકશે. વધુમાં બિહાર અને નેપાલના સરહદી વિસ્તારોના લોકો પાસે અભ્યાસ, વ્યવસાય અને પરિવારની મુલાકાત લેવા માટે એક નવો મુસાફરી વિકલ્પ પણ હશે.


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2026 11:25 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK