ડિરેક્ટર આદિત્ય ધરે પોતાની ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’નું શૂટિંગ ભારત સાથે-સાથે થાઇલૅન્ડના બૅન્ગકૉક શહેરમાં પણ કર્યું છે
ફિલ્મમાં હમઝા અને યલિનાને એક ભવ્ય બંગલામાં રહેતાં બતાવવામાં આવ્યાં છે
રણવીર સિંહ અને સારા અર્જુનની ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’ની દરેક તરફ પ્રશંસા થઈ રહી છે અને બૉક્સ-ઑફિસ પર પણ એ સતત નવા રેકૉર્ડ્સ બનાવી રહી છે. આ વચ્ચે ફિલ્મમાં દેખાડવામાં આવેલા હમઝા અલી મઝારી અને યલિનાના લ્યારીવાળા બંગલાની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. હકીકતમાં આ બંગલો પાકિસ્તાનના લ્યારીમાં નહીં પણ ભારતના અમ્રિતસરમાં આવેલો છે.
ડિરેક્ટર આદિત્ય ધરે પોતાની ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’નું શૂટિંગ ભારત સાથે-સાથે થાઇલૅન્ડના બૅન્ગકૉક શહેરમાં પણ કર્યું છે. બૅન્ગકૉકમાં આદિત્યે આખું લ્યારી શહેર જ તૈયાર કરી દીધું હતું.
આ ફિલ્મમાં દરેક નાની વિગતો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું જેથી ફિલ્મ એકદમ વાસ્તવિક લાગે. ફિલ્મમાં હમઝા અને યલિનાને એક ભવ્ય બંગલામાં રહેતાં બતાવવામાં આવ્યાં છે. ઘણા દર્શકોને એવું લાગ્યું હતું કે આ બંગલો કોઈ સેટનો ભાગ હશે, પરંતુ હકીકત અલગ છે. આ ભવ્ય બંગલો પંજાબના અમ્રિતસર શહેરમાં આવેલો છે અને હવે એ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
