આ પ્રાર્થનાસભાનું આયોજન સની દેઓલ, બૉબી દેઓલ, હેમા માલિની અને એશા દેઓલ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે
આ કાર્યક્રમમાં તેમના જીવનની ઉજવણી થશે
૨૪ નવેમ્બરે ધર્મેન્દ્રના નિધન પછી દેઓલ-પરિવાર તેમની પ્રાર્થનાસભાની તૈયારીઓમાં જોડાયો છે. ધર્મેન્દ્ર છેલ્લા એક મહિનાથી અસ્વસ્થ હતા અને જુહુના તેમના ઘરે સારવાર હેઠળ હતા. તેમની શાંતિપૂર્ણ વિદાય પછી પરિવાર પ્રાર્થનાસભાનું આયોજન કરી રહ્યો છે.
ધર્મેન્દ્રની પ્રાર્થનાસભા આજે સાંજે પાંચ વાગ્યાથી બાંદરાની તાજ લૅન્ડ્સ એન્ડમાં યોજાશે. દેઓલ-પરિવારની ટીમે આ વાતની સત્તાવાર જાહેરાત કરી છે. આ પ્રાર્થનાસભાનું આયોજન સની દેઓલ, બૉબી દેઓલ, હેમા માલિની અને એશા દેઓલ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં તેમના જીવનની ઉજવણી થશે.


