સનીની પત્ની પૂજા અને બૉબીની પત્ની તાન્યા એકબીજા સાથે હળીમળીને રહે છે
બૉબીની પત્ની તાન્યા, સનીની પત્ની પૂજા
ધર્મેન્દ્રનો પરિવાર સંયુક્ત પરિવારમાં રહે છે. મોટા દીકરા સની દેઓલે તેની પહેલી ફિલ્મની રિલીઝ પહેલાં જ પૂજા સાથે લગ્ન કરી લીધાં હતાં અને નાના દીકરા બૉબીએ ૧૯૯૬માં મલ્ટિ-મિલ્યનર દેવેન્દ્ર આહુજાની દીકરી તાન્યા સાથે લગ્ન કર્યાં હતાં. એક બિઝનેસ પરિવારમાં જન્મેલી તાન્યા માટે બૉબી સાથે લગ્ન કરવાનો અનુભવ એકદમ નવો હતો. જોકે તાન્યા દેઓલ-પરિવાર સાથે સારી રીતે ભળી ગઈ અને ટૂંક સમયમાં જ પરિવારનો મહત્ત્વનો ભાગ બની ગઈ.
એક ઇન્ટરવ્યુમાં તાન્યાએ સંયુક્ત પરિવારમાં રહેવાનો પોતાનો અનુભવ શૅર કરતાં કહ્યું કે ‘જ્યારે મારાં અને બૉબીનાં લગ્ન થયાં ત્યારે પરિવારે ખુલ્લા દિલથી મારું સ્વાગત કર્યું. મારાં સાસુ અને સસરાએ મને વહુની જેમ નહીં પરંતુ પુત્રીની જેમ સ્વીકારી. મારો અને મારાં જેઠાણી પૂજા દેઓલનો સંબંધ પણ બહુ સારો છે. અમે મળીને ઘરનું કામ કરીએ છીએ. હું અને પૂજાભાભી ઘરનાં તમામ કામની વહેંચણી કરી લઈએ છીએ જેથી કોઈ એક પર બોજ ન આવે. આ કામ કરવાનો કંટાળો ન આવે એટલે અમે દર મહિને ઘરકામની અદલાબદલી પણ કરીએ છીએ.’


