તસવીર શૅર કરીને ધર્મેન્દ્રએ લખ્યું છે, ‘દોસ્તો, ૧૦૦ રૂપિયાની નોટ પર દાદામુનિના ઑટોગ્રાફ. પ્યારી યાદ... ડિરેક્ટર અસિત સેન અને મોહન ચોટી જોઈ રહ્યા છે.’
ધર્મેન્દ્રએ અભિનેતા અશોકકુમાર સાથેની એક અનસીન તસવીર શૅર કરી
૮૯ વર્ષની ઉંમરે પહોંચેલા ધર્મેન્દ્ર હાલમાં અભિનયથી દૂર છે, પરંતુ સોશ્યલ મીડિયા પર સક્રિય રહે છે. તેઓ ઘણી વખત પોતાના જૂના દિવસોના ફોટો અને કિસ્સાઓ ચાહકો સાથે શૅર કરતા રહે છે. તાજેતરમાં ધર્મેન્દ્રએ અભિનેતા અશોકકુમાર સાથેની એક અનસીન તસવીર શૅર કરી છે જે વાઇરલ થઈ રહી છે. આ તસવીરમાં ધર્મેન્દ્ર ૧૦૦ રૂપિયાની નોટ પર દાદામુનિ એટલે કે અશોકકુમારના ઑટોગ્રાફ લેતા જોવા મળે છે.
તસવીર શૅર કરીને ધર્મેન્દ્રએ લખ્યું છે, ‘દોસ્તો, ૧૦૦ રૂપિયાની નોટ પર દાદામુનિના ઑટોગ્રાફ. પ્યારી યાદ... ડિરેક્ટર અસિત સેન અને મોહન ચોટી જોઈ રહ્યા છે.’
ADVERTISEMENT
ધર્મેન્દ્રના ફૅન્સને તેમની આ પોસ્ટ બહુ ગમી છે.
ધર્મેન્દ્ર અને અશોકકુમારે ‘પૂજા કે ફૂલ’, ‘મમતા’, ‘રિટર્ન ઑફ જ્વેલ થીફ’, ‘છોટી સી બાત’, ‘નયા ઝમાના’ અને ‘ડ્રીમ ગર્લ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. બન્નેની રિલેશનશિપ એટલી મજબૂત હતી કે અશોકકુમારે ધર્મેન્દ્ર માટે પોતાનો એક ખાસ નિયમ પણ તોડ્યો હતો. અશોકકુમાર દર મહિનાની પહેલી તારીખે કામ નહોતા કરતા, પરંતુ ધર્મેન્દ્રની વિનંતી બાદ તેઓ ‘મમતા’ ફિલ્મના શૂટ માટે તૈયાર થયા હતા. આ કિસ્સો અન્નુ કપૂરે તેના શો ‘સુહાના સફર વિથ અન્નુ કપૂર’માં શૅર કર્યો હતો.


