બીજા નંબરે આલિયા ભટ્ટ છે
IMDbના લિસ્ટમાં ટૉપ પર છે ધનુષ
IMDbના લિસ્ટમાં ધનુષ ટૉપ પર પહોંચી ગયો છે. IMDb એટલે ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ છે, જે ફિલ્મ, વેબ-સિરીઝ, સિરિયલ, ઍક્ટર્સ, ડિરેક્ટર્સ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અન્ય પ્રોફેશનલ્સની માહિતી ઑનલાઇન પૂરી પાડે છે. હવે તેમણે ટૉપ ૧૦ મોસ્ટ પૉપ્યુલર ઇન્ડિયન સ્ટાર્સ ૨૦૨૨નું લિસ્ટ બહાર પાડ્યું છે. ‘ધ ગ્રે મૅન’ અને ‘અતરંગી રે’માં જોવા મળેલો ધનુષ લિસ્ટમાં ફર્સ્ટ નંબરે છે. બીજા નંબરે આલિયા ભટ્ટ છે. પાંચ વર્ષ બાદ ‘પોનિયિન સેલ્વન 1’માં કમબૅક કરનાર ઐશ્વર્યા રાય બચ્ચન ત્રીજા સ્થાને છે. ચોથા નંબરે રામચરણ, પાંચમા સ્થાને સમન્થા રૂથ પ્રભુ, છઠ્ઠા ક્રમાંકે હૃતિક રોશન, સાતમા નંબરે કિયારા અડવાણી, આઠમા સ્થાને જુનિયર એનટીઆર છે. નવમા ક્રમાંકે અલ્લુ અર્જુન અને દસમા નંબરે યશ છે. આ લિસ્ટમાં મોટા ભાગે સાઉથના સ્ટાર્સે વર્ચસ્વ જમાવ્યું છે એવું કહી શકાય. IMDbના લિસ્ટમાં આ વર્ષે જે વીકલી રૅન્કિંગના આધારે ટૉપ પર હતા એ કલાકારોનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ આ રૅન્કિંગ વિશ્વભરમાંથી તેમના પેજ પર ૨૦૦ મિલ્યનથી પણ વધુ વખત વિઝિટ કરનારા લોકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને પણ આંકવામાં આવે છે.


