`ધડક’ મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ની રીમેક હતી તો ‘ધડક 2’ ૨૦૧૮ની તામિલ ફિલ્મ ‘પરિયેરમ પેરુમલ’ની હિન્દી રીમેક છે.
‘ધડક 2’
ફિલ્મમેકર કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત ‘ધડક 2’ની રિલીઝની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરી મુખ્ય ભૂમિકામાં છે અને ડિરેક્શન શાઝિયા ઇકબાલનું છે. ‘ધડક’ ૨૦૧૮માં રિલીઝ થઈ હતી જેમાં જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટરે ઍક્ટિંગ કરી હતી. ‘ધડક’ મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ની રીમેક હતી તો ‘ધડક 2’ ૨૦૧૮ની તામિલ ફિલ્મ ‘પરિયેરમ પેરુમલ’ની હિન્દી રીમેક છે.


