Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘પઠાન’ની ડિજિટલ રિલીઝ માટે દિલ્હી હાઈ કોર્ટે શું આદેશ આપ્યો?

‘પઠાન’ની ડિજિટલ રિલીઝ માટે દિલ્હી હાઈ કોર્ટે શું આદેશ આપ્યો?

18 January, 2023 04:17 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૫ જાન્યુઆરીએ આ ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને ૨૫ એપ્રિલે ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર ​સ્ટ્રીમ કરવામાં આવશે

દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાન ઇન ફિલ્મ પઠાન

દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાન ઇન ફિલ્મ પઠાન


શાહરુખ ખાનની ‘પઠાન’ની ડિજિટલ રિલીઝને લઈને દિલ્હી હાઈ કોર્ટે કેટલાક આદેશ આપ્યા છે. ૨૫ જાન્યુઆરીએ આ ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને ૨૫ એપ્રિલે ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર ​સ્ટ્રીમ કરવામાં આવશે. થિયેટર્સમાં રિલીઝ થવા અને ડિજિટલ રિલીઝ વચ્ચે સમય હોવાથી દિલ્હી હાઈ કોર્ટે આદેશ આપ્યો છે કે આ ફિલ્મમાં સબ-ટાઇટલ સાથે ક્લોઝ કૅપ્શનિંગ અને ઑડિયો ડિસ્ક્રિપ્શનનો પણ સમાવેશ કરવામાં આવે. શારીરિક રીતે અક્ષમ લોકો પણ ફિલ્મની મજા લઈ શકે એ હેતુને ધ્યાનમાં રાખીને દિલ્હી હાઈ કોર્ટે આ આદેશ આપ્યો છે. આને માટે મેકર્સને જેમ બને એમ જલદી એમાં બદલાવ કરીને ફરી સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશનમાં રી-સર્ટિફિકેશન આપવા કહ્યું છે. ૨૦ ફેબ્રુઆરી સુધી પ્રોડ્યુસર્સને ડિટેઇલ સબમિટ કરવાનું કહેવામાં આવ્યું છે અને ૧૦ માર્ચ સુધી સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશનને નિર્ણય લઈ લેવા માટે કહેવામાં આવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

18 January, 2023 04:17 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK