અબુ ધાબીમાં પચીસ મેથી ૨૭ મે સુધી આયોજિત થનાર IIFA અવૉર્ડમાં સામેલ થવા માટે અને ૨૮ મેથી ૧૨ જૂન સુધી મિલાનમાં શૂટિંગ કરવા માટે જૅકલિને ઍપ્લિકેશન કરી હતી

જૅકલિન ફર્નાન્ડિસ
દિલ્હી કોર્ટે જૅકલિન ફર્નાન્ડિસને વિદેશ જવાની પરમિશન આપી દીધી છે. ઠગ સુકેશ ચન્દ્રશેખર સાથે બસો કરોડના મની લૉન્ડરિંગ કેસમાં તેનું નામ સંડોવાયેલુ છે. એ કેસને લઈને તેની અનેક વખત પૂછપરછ કરવામાં આવી હતી. અબુ ધાબીમાં પચીસ મેથી ૨૭ મે સુધી આયોજિત થનાર IIFA અવૉર્ડમાં સામેલ થવા માટે અને ૨૮ મેથી ૧૨ જૂન સુધી મિલાનમાં શૂટિંગ કરવા માટે જૅકલિને ઍપ્લિકેશન કરી હતી. એથી પટિયાલા હાઉસ કોર્ટના સ્પેશ્યલ જજ શૈલેન્દ્ર મલિકે તેને વિદેશ જવા માટેની મંજૂરી આપી દીધી છે. જૅકલિનની સાથે નોરા ફતેહીનું નામ પણ આ કેસમાં જોડાયેલું છે. સુકેશ ચન્દ્રશેખરે કરોડોની ગિફ્ટ્સ આ બન્નેને આપી હતી. સાથે જ એવું પણ જાણવા મળ્યું છે કે સુકેશે લગભગ વીસ કરોડ રૂપિયા વિવિધ મૉડલ્સ અને બૉલીવુડ સેલિબ્રિટીઝ પર ખર્ચ કર્યા હતા.