અભિનેત્રી નોરા ફતેહી (Nora Fatehi)એ ડિસેમ્બર 2022માં જેકલીન ફર્નાન્ડીઝ (jacqueline fernandez) સામે 200 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આજે એટલે કે 22 મેના રોજ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં આ અંગે સુનાવણી થશે.

જેકલીન ફર્નાન્ડિસ અને મોરા ફતેહી
બોલિવૂડની સૌથી લોકપ્રિય અભિનેત્રી નોરા ફતેહી(Nora Fatehi)અને જેકલીન ફર્નાન્ડિસ (jacqueline fernandez)વચ્ચે છેલ્લા કેટલાક સમયથી કાનૂની લડાઈ ચાલી રહી છે. બંને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ડાન્સર પણ છે. અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે, તો બીજી તરફ નોરા ફતેહીએ પણ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યું છે. અભિનેત્રી ઘણા સુપરહિટ ગીતો અને ફિલ્મોમાં જોવા મળી છે.
અભિનેત્રી નોરા ફતેહીએ ડિસેમ્બર 2022માં જેકલીન ફર્નાન્ડીઝ સામે 200 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આજે એટલે કે 22 મેના રોજ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં આ અંગે સુનાવણી થશે. નોરાએ જેકલીન પર તેની ઈમેજ ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો.
વાસ્તવમાં આ સમગ્ર મામલો ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત છે. તેમની સામે 200 કરોડથી વધુની મની લોન્ડરિંગનો કેસ છે. જ્યારે EDએ આ કેસની તપાસ કરી તો તેમાં જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહીનું નામ પણ સામે આવ્યું. આ બંને પર સુકેશ પાસેથી મોંઘી ભેટ લેવાનો આરોપ હતો. જ્યારે જેકલીનને આ મામલે પૂછપરછ કરવામાં આવી તો તેણે કહ્યું કે તેને આ મામલે ફસાવી દેવામાં આવી છે.
આ પણ વાંચો: મૉરોક્કોમાં ઘર બનાવવા માટે સુકેશ ચંદ્રશેખર પાસે પૈસા લીધા હતા નોરા ફતેહીએ
જેક્લિને કહ્યું કે નોરા ફતેહીએ સુકેશ પાસેથી મોંઘી ગિફ્ટ લીધી, પરંતુ તેને સરકારી સાક્ષી બનાવવામાં આવી. આ આરોપો બાદ નોરાએ જેકલીન સહિત અનેક મીડિયા હાઉસ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
નોરાએ જેકલીન પર આક્ષેપ કર્યો હતો
નોરાએ પટિયાલા હાઉસ કોર્ટમાં જેકલીન સામે દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે, `મારા હરીફો મારી સફળતાથી ઈર્ષ્યા કરે છે, તેથી જ તેઓ મારી કારકિર્દી બગાડવા માંગે છે.` તેણે દાવો કર્યો હતો કે તે સુકેશને ઓળખતી નથી. નોરાના કહેવા પ્રમાણે, આ કેસના મીડિયા ટ્રાયલને કારણે તેની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે અને તેના માટે માત્ર જેકલીન જ જવાબદાર છે. કોર્ટમાં અપીલ કરતી વખતે નોરાએ કહ્યું હતું કે, "જે લોકો મારી વિરુદ્ધ આવા વાહિયાત આરોપો લગાવ્યા છે તેમની સામે કાયદા હેઠળ કાર્યવાહી થવી જોઈએ અને તેમને તાત્કાલિક સજા મળવી જોઈએ."
નોરાએ કહ્યું- કેસમાં નામ આવવાને કારણે ફી ઘટાડવી પડી
માનહાનિનો કેસ દાખલ કરતી વખતે દાખલ કરવામાં આવેલી અરજીમાં નોરાએ કહ્યું હતું કે આ મામલામાં તેનું નામ ખેંચાવાને કારણે તેને ઘણું નુકસાન થયું છે. નોરાએ દાવો કર્યો હતો કે આ કેસમાં ફસાવવાને કારણે તેને પ્રોફેશનલ રીતે ઘણું સહન કરવું પડ્યું છે. ઘણી કોન્સર્ટ તેના હાથમાંથી નીકળી ગઈ. તેની પાસેથી યુએસ અને કેનેડા જેવા શહેરોની ટુર પણ છીનવી લેવામાં આવી હતી. ઘણી કોમર્શિયલ ડીલમાં તેની બદલી કરવામાં આવી હતી. તેણે તેની 50% ફી પણ ઘટાડવી પડી.