Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઠગ સુકેશ ચંદ્રશેખરે જેકલીનને જેલમાંથી લખ્યો પત્ર, પાઠવી ઇસ્ટરની શુભેચ્છા

ઠગ સુકેશ ચંદ્રશેખરે જેકલીનને જેલમાંથી લખ્યો પત્ર, પાઠવી ઇસ્ટરની શુભેચ્છા

09 April, 2023 06:49 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સુકેશે જેલમાંથી લખેલા પત્રમાં લખ્યું છે કે, “બેબી હું તને ઇસ્ટરની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું! આ વર્ષના તારા સૌથી પ્રિય તહેવારોમાંનો એક છે."

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


તિહાર જેલમાં બંધ ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrasekhar)નો વધુ એક પત્ર સામે આવ્યો છે. સુકેશ ચંદ્રશેખરે જેકલીન (Jacqueline Fernandez)ને પત્ર લખીને ઇસ્ટર (Easter)ના તહેવારની શુભેચ્છા પાઠવી છે. આ પત્રમાં સુકેશે લખ્યું છે કે, “મારી બેબી, માય બોમ્મા, જેકલીન, બેબી, હું તને ઇસ્ટરની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું! આ તારા મનપસંદ તહેવારોમાંનો એક છે અને તને ઇસ્ટર એગ્સ માટે ઘણો પ્રેમ.

સુકેશે જેલમાંથી લખેલા પત્રમાં લખ્યું છે કે, “બેબી હું તને ઇસ્ટરની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું! આ વર્ષના તારા સૌથી પ્રિય તહેવારોમાંનો એક છે. હું તારી સાથે રહેવાનું ચૂકી ગયો છું. હું તારીએ બાલિશતા ગુમાવી રહ્યો છું કે તું કેવી રીતે ઇંડા તોડી રહી છે. બેબી, તને ખ્યાલ છે કે તું કેટલી સુંદર છે?” સુકેશ ચંદ્રશેખરે જેકલીન ફર્નાન્ડિસના વખાણ કરતાં લખ્યું, “બેબી, તારા જેવું સુંદર આ પૃથ્વી પર કોઈ નથી. મારા બની રેબિટી, હું તને પ્રેમ કરું છું.”



`મેં તારી નવી એડ જોઈ’


તેણે આગળ લખ્યું છે કે, “બેબી આ તબક્કો પૂરો થવાનો છે અને બધા જોશે કે હવે સારું થશે. બેબી એવી એક પણ ક્ષણ નથી કે હું તારા વિશે વિચારતો નથી. હું જાણું છું કે તે તારી પણ આવી જ હાલત છે.” સુકેશે લખ્યું કે હું જાણું છું કે તારા સૌથી સુંદર હૃદયમાં શું છે, માય હની બી. હું વચન આપું છું કે આગામી ઇસ્ટર એ શ્રેષ્ઠ ઇસ્ટર હશે જે તે તારા જીવનમાં ઊજવી હશે. બેબી ગઈકાલે જ્યારે મેં લક્સ કોઝી માટેની તારી નવી એડ જોઈ ત્યારે હું આપણા વિશે વિચારતો હતો. આ જાહેરાત માત્ર એક સંયોગ છે, પરંતુ તું સુપર બ્યુટીફુલ બેબી છો. આ જાહેરાત આપણા વિશે જ છે બેબી.”

‘તું મારો ધબકારો છે’


આની આગળ સુકેશ ચંદ્રશેખરે એક ગીતની પંક્તિઓનો ઉલ્લેખ કર્યો છે. સુકેશે લખ્યું છે કે, “તુમ મિલે, દિલ ખીલે ઔર જીને કો ક્યા ચાહીએ” આગળ સુકેશે લખ્યું કે, “બેબી તું મારા દિલની ધડકન છે. મને ખૂબ પ્રેમ કરવા બદલ આભાર, બેબી. ફરી, હેપ્પી ઇસ્ટર માય બેબી, મમ્મી, પપ્પા અને પરિવાર.ગોડ બ્લેસ યુ! લવ યુ માય બેબી. મારા જેકી બોમ્મા.”

આ પણ વાંચો: આગ બબૂલી થઈ પ્રીતિ ઝિન્ટા

જન્મદિવસ પર પણ લખ્યો હતો પત્ર

ઉલ્લેખનીય છે કે, સુકેશ ચંદ્રશેખરે જેકલીન ફર્નાન્ડિસને તેના જન્મદિવસ પર એક પત્ર લખ્યો હતો. સુકેશ ચંદ્રશેખરે જેકલીન ફર્નાન્ડિઝને લખેલા પત્રમાં કહ્યું હતું કે, “માય બેબી જેકલીન, માય બોમ્મા, મારા જન્મદિવસના પર હું તને ખૂબ જ યાદ કરી રહ્યો છું.”

Whatsapp-channel Whatsapp-channel

09 April, 2023 06:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK