ઍક્ટ્રેસે ૨૦૨૧માં આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી જેમાં તેની સાથે અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં હતા
દીપિકા પાદુકોણની ધ ઇન્ટર્ન
દીપિકા પાદુકોણ હાલમાં પોતાની આગામી ફિલ્મને લઈને ચર્ચામાં છે. હવે તેની આગામી ફિલ્મમાં દીપિકા બૉલીવુડથી લઈને સાઉથની ફિલ્મોમાં પોતાનો જલવો બતાવવા જઈ રહી છે. આ દરમિયાન દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ ‘ધ ઇન્ટર્ન’ની ચર્ચા ચાલી છે. રિપોર્ટ પ્રમાણે દીપિકાએ આગામી ફિલ્મ ‘ધ ઇન્ટર્ન’ને લઈને મોટો નિર્ણય લીધો છે. તે હવે આ ફિલ્મમાં ઍક્ટિંગ નથી કરવાની પણ એને ફક્ત પ્રોડ્યુસ કરશે. દીપિકાએ પોતાની પ્રોડક્શન કંપની ‘KA પ્રોડક્શન્સ’ હેઠળ ‘ધ ઇન્ટર્ન’ને પ્રોડ્યુસ કરવાનું નક્કી કર્યું છે અને તે નવી ટૅલન્ટને તક આપવા માગે છે.
દીપિકાની આ ફિલ્મ ૨૦૧૫ની હૉલીવુડ ફિલ્મ ‘ધ ઇન્ટર્ન’ની હિન્દી રીમેક છે. હૉલીવુડની આ ફિલ્મમાં રૉબર્ટ દ નીરો અને ઍન હૅથવે હતાં. દીપિકાએ ૨૦૨૧માં આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી જેમાં તેની સાથે અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં હતા. પહેલાં દીપિકાને ઍન હૅથવેનું પાત્ર ભજવવાનું હતું, પરંતુ હવે તે ફક્ત પ્રોડ્યુસર તરીકે આ મૂવી સાથે જોડાવાની છે.


