આ ફિલ્મમાં તેમની સાથે ઇરફાન પણ જોવા મળ્યો હતો. ૨૦૨૦ની ૨૯ એપ્રિલે ઇરફાનનું અવસાન થયું હતું.
પિકુ ફિલ્મના કલાકારોની તસવીર
દીપિકા પાદુકોણની અમિતાભ બચ્ચન સાથેની ફિલ્મ ‘પીકૂ’ની રિલીઝને ગઈ કાલે નવ વર્ષ થયાં છે. એ ફિલ્મના શૂટિંગ દરમ્યાન દીપિકાની જમવાની ટેવ વિશે ચર્ચા કરવી અમિતાભ બચ્ચનને ખૂબ પસંદ હતી. આ ફિલ્મમાં તેમની સાથે ઇરફાન પણ જોવા મળ્યો હતો. ૨૦૨૦ની ૨૯ એપ્રિલે ઇરફાનનું અવસાન થયું હતું. ‘પીકૂ’ના સેટ પરનો ફોટો દીપિકાએ શૅર કર્યો છે. ફોટોમાં દીપિકા અને અમિતાભ બચ્ચન મજાકના મૂડમાં દેખાઈ રહ્યાં છે. આ ફોટોમાં ઇરફાન, અમિતાભ બચ્ચન અને દીપિકાની સામે પેરુની પ્લેટ છે. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દીપિકાએ કૅપ્શન આપી, ‘અમિતાભ બચ્ચનને દરેકને એ જણાવવું સારું લાગતું કે હું કેટલું ખાઉં છું. ઇરફાન, તમને અમે બધાં ખૂબ યાદ કરીએ છીએ.’