Deepika Padukone-Ranveer Singh’s daughter Dua’s first birthday celebration: દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની દીકરી દુઆનો પહેલો જન્મદિવસ છે; ત્યારે અભિનેત્રીએ તેની દીકરી માટે ખાસ ચોકલેટ કૅક બનાવી છે
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ગયા વર્ષે ૮ સપ્ટેમ્બરના રોજ દીકરી દુઆને જન્મ આપ્યો હતો
સેલિબ્રિટીઓની જેમ, તેમના બાળકો પણ જન્મથી જ લાઈમલાઈટનો ભાગ બની જાય છે. તેમના જન્મ પહેલાં જ તેમની ચર્ચાઓ શરૂ થઈ જાય છે. બોલીવુડ સુપરસ્ટાર રણવીર સિંહ (Ranveer Singh) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની દીકરી દુઆ સિંહ પાદુકોણ (Dua Singh Padukone) સાથે પણ આવું જ કંઈક થયું છે. દુઆના જન્મને વર્ષ થઈ ગયું છે પણ તેની ઝલક માટે ફેન્સ આજે પણ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ફેન્સને ભલે હજી સુધી દુઆની ઝલક ન જોવા મળી હોય પણ તેના પહેલા જન્મદિવસની ઝલક (Dua’s first birthday celebration) જોવા મળી છે.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે દીકરી દુઆનો પહેલો જન્મદિવસ (Deepika Padukone-Ranveer Singh’s daughter Dua’s first birthday celebration) ખાસ અંદાજમાં ઉજવ્યો હોય તેવું સોશ્યલ મીડિયા (Social Media) પરથી લાગી રહ્યું છે. દીપિકા પાદુકોણે લાડલીના જન્મદિવસ નિમિત્તે કાપેલી કેકની એક સુંદર તસવીર સોશ્યલ મીડિયા પર શેર કરી છે. દુઆ પાદુકોણના જન્મદિવસની ઉજવણીની તસવીર સહુનું દિલ જીતી રહી છે.
ADVERTISEMENT
કૅકની તસવીર શૅર કરતા દીપિકા પાદુકોણે કૅપ્શનમાં લખ્યું છે કે, ‘મારા પ્રેમની અનોખી ભાષા, મારી પુત્રીના જન્મદિવસ પર મારા પોતાના હાથે કૅક બનાવવી.’ એટલે કે, દુઆ પાદુકોણના જીવનના ખાસ દિવસે, દીપિકાએ પોતાની રસોઈ કુશળતા બતાવી અને એક ખાસ કૅક બનાવી. ઇન્ટરનેટ પર દીપિકાની પ્રતિભાના ખૂબ વખાણ થઈ રહ્યા છે.
View this post on Instagram
ગયા વર્ષે ૮ સપ્ટેમ્બરના રોજ, દીપિકા પાદુકોણે પુત્રી દુઆને જન્મ આપ્યો હતો. તેનો જન્મદિવસ સોમવારે હતો પણ આજે ૧૦ સપ્ટેમ્બરે દીપિકા પાદુકોણે આ તસવીરો શૅર કરી છે. દીપિકાએ આ ખાસ પ્રસંગને પોતાની શૈલીમાં ઉજવ્યો છે.
આ તસવીરો પરથી કહી શકાય કે, દુઆએ તેનો પહેલો જન્મદિવસ તેની માતા દ્વારા બનાવેલી કૅક કાપીને ઉજવ્યો. દીપિકાનો આ ફોટો સોશ્યલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને ચાહકો તેની પોસ્ટને ખૂબ પસંદ કરી રહ્યાં છે અને કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. આ સાથે, તેઓ દુઆને જન્મદિવસની શુભેચ્છાઓ પણ મોકલી રહ્યા છે.
અભિનેત્રી ભૂમિ પેડણેકર (Bhumi Pednekar)એ દીપિકા પાદુકોણની આ પોસ્ટ પર રેડ હાર્ટ ઇમોજી દ્વારા પ્રેમ વરસાવ્યો છે. તે જ સમયે, ચાહકોએ દુઆને જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવી છે. અન્ય સેલેબ્સે પણ આ પોસ્ટ પર કમેન્ટ્સ કરી છે.
જોકે, કેટલાક ફેન્સે દુઆનો ચહેરો બતાવવાની વિનંતી કરી છે. એકે લખ્યું, `કૃપા કરીને દુઆનો ચહેરો બતાવો.` એકે લખ્યું, `છેલ્લે કંઈક પોસ્ટ કર્યું.` એકે લખ્યું, `એક વર્ષ થઈ ગયું?` એકે લખ્યું, `કૃપા કરીને તમારી દીકરીનો ચહેરો બતાવો, એક વર્ષ થઈ ગયું મેડમ.`
તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે અભિનેત્રીએ ૧ નવેમ્બર, ૨૦૨૪ના રોજ તેની પુત્રીની પહેલી ઝલક બતાવી હતી. દીપિકા પાદુકોણે તેના નાના પગનો ફોટો શેર કર્યો હતો, જેમાં દીકરીએ પરંપરાગત પોશાક પહેર્યો હતો. ઉપરાંત, અભિનેત્રીએ જણાવ્યું હતું કે, તેણીનું નામ દુઆ પાદુકોણ સિંહ રાખવામાં આવ્યું છે. તેના નામ પર ઘણો હોબાળો થયો હતો અને લોકોએ ધાર્મિક દ્રષ્ટિકોણ બહાર કાઢતા ઘણું કહ્યું હતું. પરંતુ દંપતીએ તેનું નામ બદલ્યું ન હતું.


