દીપિકાએ વર્લ્ડ મેન્ટલ હેલ્થ-ડે ૨૦૨૫ના અવસર નિમિત્તે મધ્ય પ્રદેશના છિંદવાડામાં પોતાની સંસ્થા ‘લિવ લવ લાફ ફાઉન્ડેશન’ની ટીમ સાથે મુલાકાત કરી.
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
તાજેતરમાં વર્લ્ડ મેન્ટલ હેલ્થ-ડેના અવસરે દીપિકા પાદુકોણની ભારત સરકાર તરફથી માનસિક આરોગ્યનાં ઍમ્બૅસૅડર તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રિયંકા આ ફીલ્ડમાં સક્રિય કામગીરી નિભાવી રહી છે. હાલમાં દીપિકાએ વર્લ્ડ મેન્ટલ હેલ્થ-ડે ૨૦૨૫ના અવસર નિમિત્તે મધ્ય પ્રદેશના છિંદવાડામાં પોતાની સંસ્થા ‘લિવ લવ લાફ ફાઉન્ડેશન’ની ટીમ સાથે મુલાકાત કરી. સામાન્ય રીતે દીપિકા જાહેરમાં અલ્ટ્રા ગ્લૅમરસ લુકમાં જોવા મળતી હોય છે, પણ છિંદવાડાની મુલાકાત વખતે દીપિકાનું અલગ જ સિમ્પલ અને સરળ રૂપ જોવા મળ્યું હતું.


