દીપિકા પાદુકોણ અને ફિલ્મમેકર સંદીપ રેડ્ડી વાંગા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, કારણ કે સંદીપ રેડ્ડી વાંગાએ દીપિકા પાદુકોણને પોતાની ફિલ્મ ‘સ્પિરિટ’માંથી બહાર કરી દીધી અને સોશ્યલ મીડિયા દ્વારા તેના પર નિશાન પણ સાધ્યું.
અલ્લુ અર્જુન
દીપિકા પાદુકોણ અને ફિલ્મમેકર સંદીપ રેડ્ડી વાંગા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, કારણ કે સંદીપ રેડ્ડી વાંગાએ દીપિકા પાદુકોણને પોતાની ફિલ્મ ‘સ્પિરિટ’માંથી બહાર કરી દીધી અને સોશ્યલ મીડિયા દ્વારા તેના પર નિશાન પણ સાધ્યું. ફિલ્મમેકરે દીપિકા પાદુકોણનું નામ લીધા વિના સોશ્યલ મીડિયા પર તેને આડાહાથે લીધી હતી.
દીપિકા સાથેનો સંદીપ રેડ્ડી વાંગાનો મામલો હજી શાંત થયો નહોતો કે તે ફરી એક વાર હેડલાઇન્સમાં આવી ગયો છે. હવે તેણે પોતાની એક ફિલ્મમાંથી સુપરસ્ટાર અલ્લુ અર્જુનને કાઢી નાખ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અલ્લુ અર્જુનને હવે સિધુ મૂસેવાલાની ફિલ્મમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. અલ્લુ અર્જુને ગયા વર્ષે સંદીપ રેડ્ડી વાંગા સાથે આ ફિલ્મ સાઇન કરી હતી. બધું નક્કી થયા બાદ અચાનક આ પ્રોજેક્ટ રોકી દેવામાં આવ્યો છે અને ફિલ્મ સાથે સંકળાયેલી વ્યક્તિએ માહિતી આપી છે કે હવે અલ્લુ અર્જુન આ ફિલ્મનો હિસ્સો નથી.
રસપ્રદ વાત તો એ છે કે સંદીપ રેડ્ડી વાંગાની ‘સ્પિરિટ’માંથી દીપિકાને દરવાજો દેખાડી દેવાયો એ પછી તેણે ડિરેક્ટર ઍટલીની જે ફિલ્મ સાઇન કરી છે એમાં તેની સાથે અલ્લુ અર્જુનની જોડી છે. હવે દીપિકા પછી અલ્લુ અર્જુનને પણ સંદીપ રેડ્ડી વાંગાની એક ફિલ્મમાંથી પડતો મૂકવામાં આવ્યો છે.

