ફિલ્મમાંથી એક દ્વિઅર્થી શબ્દ દૂર કરીને દારૂવિરોધી ડિસ્ક્લેમર ઉમેરવાની સૂચના આપી છે
ફિલ્મનો સીન
બીજી ઑક્ટોબરે રોમૅન્ટિક કૉમેડી ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં વરુણ ધવન, જાહ્નવી કપૂર, સાન્યા મલ્હોત્રા અને રોહિત સરાફ મુખ્ય ભૂમિકામાં છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા U/A 13+ સર્ટિફિકેટ સાથે રિલીઝ માટે મંજૂરી આપવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે ફિલ્મમાંથી એક દ્વિઅર્થી શબ્દ દૂર કરીને દારૂવિરોધી ડિસ્ક્લેમર ઉમેરવાની સૂચના આપી છે. એ સિવાય ફિલ્મમાં લિપ-કિસનાં દૃશ્યોમાંથી ૬૦ ટકા જેટલાં દૃશ્યો દૂર કરવાનું કહેવામાં આવ્યું છે.


