આ ઇવેન્ટમાં બૉલીવુડના ઘણા ટોચના સ્ટાર્સે હાજરી આપી હતી
અનન્યા પાંડે, દીકરા અને દીકરી સાથે ભાગ્યશ્રી, આલિયા ભટ્ટ
સોમવારે જુહુમાં આવેલી જે. ડબ્લ્યુ. મૅરિયટ હોટેલમાં ફિલ્મફેર OTT અવૉર્ડ્સ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફંક્શનમાં સ્ટ્રીમિંગ વર્લ્ડની શ્રેષ્ઠ ટૅલન્ટને સન્માનિત કરવામાં આવી હતી. આ ઇવેન્ટમાં બૉલીવુડના ઘણા ટોચના સ્ટાર્સે હાજરી આપી હતી.
આલિયા ભટ્ટે જોઈ લીધો વિકી કૌશલ અને કૅટરિના કૈફના દીકરાનો ચહેરો?
ADVERTISEMENT

સોમવારે જુહુમાં આવેલી જે. ડબ્લ્યુ. મૅરિયટ હોટેલમાં ફિલ્મફેર OTT અવૉર્ડ્સ 2025નું આયોજન થયું હતું અને એમાં આલિયા ભટ્ટ તથા વિકી કૌશલે પણ હાજરી આપી હતી. વિકી અને આલિયાની મુલાકાત સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે. આ તસવીરોમાં વિકી અને આલિયા ફ્રન્ટ સીટ પર સાથે બેઠાં છે. આ બન્નેની ઇવેન્ટની જે તસવીરો જોવા મળી રહી છે એમાં વિકી તેના ફોનમાં આલિયાને કંઈક બતાવે છે અને એ જોઈને આલિયા જે રીઍક્શન આપે એ જોઈને લાગે છે કે વિકીએ કદાચ આલિયાને તેના અને કૅટરિનાના ૭ નવેમ્બરે જન્મેલા દીકરાનો ચહેરો બતાવ્યો છે.


