સફાઈ-કર્મચારીનું કહેવું છે કે તેણે જ્યારે પહેલી વાર જોયું ત્યારે જ શિશુમાં હલનચલન નહોતું થઈ રહ્યું.
હૉસ્પિટલની સફાઈ-કર્મચારીએ આ જોઈને તરત જ તેણે સ્ટાફને સૂચના આપી હતી
મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લાની સિવિલ હૉસ્પિટલમાં એક નવજાત શિશુનું શબ ટૉઇલેટના કમોડમાં ફસાયેલું જોવા મળ્યું હતું. હૉસ્પિટલની સફાઈ-કર્મચારીએ આ જોઈને તરત જ તેણે સ્ટાફને સૂચના આપી હતી. હૉસ્પિટલના મૅનેજરે પોલીસને બોલાવીને શિશુના મૃતદેહને કાઢવાની પ્રક્રિયા કરાવી. જોકે ૮ કલાકની મહેનત પછી પણ શબ એમ જ નીકળી શકે એમ ન હોવાથી કમોડ તોડીને નવજાતનું શબ કાઢવું પડ્યું હતું. સફાઈ-કર્મચારીનું કહેવું છે કે તેણે જ્યારે પહેલી વાર જોયું ત્યારે જ શિશુમાં હલનચલન નહોતું થઈ રહ્યું.


