Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Bollywood : કંગના રનોટ Covid-19 પૉઝિટીવ, ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી પોસ્ટ

Bollywood : કંગના રનોટ Covid-19 પૉઝિટીવ, ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી પોસ્ટ

08 May, 2021 11:57 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

થોડા દિવસ પહેલાં જ ટ્વિટરે કંગનાનું અકાઉન્ટ કાયમ માટે બ્લોક કરી દીધુ છે. તેની ખરાબ ભાષા અને અપશબ્દોનાં ઉપયોગ બદલ તેનું અકાઉન્ટ કાયમ માટે બ્લૉક કરી દેવામાં આવ્યું છે.

કંગના રાનોટ - તસવીર - યોગેને શાહ

કંગના રાનોટ - તસવીર - યોગેને શાહ


બૉલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કંગનાએ પોતે તેનાં ઇનસ્ટાગ્રામ પેજ પર આ અંગે પોસ્ટ શેર કરી છે અને એએનાઇએ પણ આ સમાચારને પુષ્ટિ આપી છે.

કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતાં લખ્યુ છે કે, `મને છેલ્લા થોડા દિવસોથી થાક અને આંખોમાં બળતરા થતી હતી. મને થયું કે હું હિમાચલ જતી રહું..  મારો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનું પરિણામ આજે આવ્યું છે અને હું કોરોના પોઝિટિવ છું. મે મારી જાતને ક્વોરન્ટિન કરી લીધી છે. મને નહોતી ખબર કે આ વાયરસ મારા શરીરમાં પાર્ટી કરી રહ્યાં છે. હવે મને ખબર પડી  છે તો હું તેમને ખતમ કરી નાખીશ. આનાંથી ડરવાની જરૂર નથી.. તમારી પાસે તેનાં કરતાં વધુ શક્તિ છે. જ તમે ડરશો તો તે તમને વધુ ડરાવશે. ચાલો મળીને આ કોરોના વાયરસને ખતમ કરી નાખીએ. આ અન્ય કંઇ નથી આ એક નાનો તાવ છે જેને ખુબ જ મહત્વ મળી ગયુ છે.. હર હર મહાદેવ..`

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)




થોડા દિવસ પહેલાં જ ટ્વિટરે કંગનાનું અકાઉન્ટ પરમનેન્ટલી બ્લોક કરી દીધુ છે. તેની ખરાબ ભાષા અને અપશબ્દોનાં ઉપયોગ બદલ તેનું અકાઉન્ટ કાયમ માટે બ્લોક કરી દેવામાં આવ્યું છે. જો કે એક જગ્યાએથી બ્લૉક થયેલી કંગના અટકી નહીં અને તે જ પ્રકારનું કોન્ટેન્ટ તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવાનું શરૂ કર્યું જેને કારણે તેની સામે એક્ટિવિસ્ટ અને સ્પોક્સપર્સન રીજુ દત્તાએ એફઆઆઇ નોંધાવી છે કે તે હેટ પ્રોપેગન્ડા પ્રસરાવે છે અને પશ્મિમ બંગાળની પરિસ્થિતિનો ઉપોયગ કરી કોમી વિવાદ ભડકાવે છે. 


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2021 11:57 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK