Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ભૂમિનું જયપુર સાથે શું કનેક્શન છે?

ભૂમિનું જયપુર સાથે શું કનેક્શન છે?

18 April, 2024 06:28 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જયપુરમાં તેણે બાળપણ પસાર કર્યું હતું. જોકે શૂટિંગ માટે તે ફરી જયપુર ગઈ હતી.

ભૂમિ પેડનેકર

ભૂમિ પેડનેકર


ભૂમિ પેડણેકરે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કરીને જયપુર સાથે તેના કનેક્શન વિશેની વાત શૅર કરી છે. જયપુરમાં તેણે બાળપણ પસાર કર્યું હતું. જોકે શૂટિંગ માટે તે ફરી જયપુર ગઈ હતી. આ દરમ્યાનનો વિડિયો શૅર કરીને ભૂમિએ કૅપ્શન આપી હતી કે ‘જયપુર અને મારું ખૂબ જ ઊંડું કનેક્શન છે. મારું બાળપણ આ શહેરમાં પસાર થયું છે. અહીં મારી નાનીનું ઘર છે. મારા કઝિન સાથે મેં ઘણાં ઉનાળા વેકેશન અહીં પસાર કર્યાં છે. અમે અહીં ખૂબ જ ટેન્શન વગર રમતાં અને અમને ખૂબ જ પ્રેમ પણ મળતો હતો. ત્યાર બાદ મારાં નાના-નાની દુનિયા છોડીને જતાં રહ્યાં હતાં. શહેર સાથેનું મારું કનેક્શન તૂટી ગયું હતું. ઍક્ટર હોવાની સુંદરતા એ છે કે કામને કારણે તમને એવી જગ્યાએ જવા મળે છે અને તમને એવી યાદો ફરી વાગોળવા મળે છે જે તમે ભૂલી ગયા હો એવું તમને લાગે છે. અહીં ૪૫ દિવસ પસાર કર્યા બાદ હું ભૂતકાળ અને વર્તમાન સાથે ફરી કનેક્ટ થઈ હોઉં એવું લાગે છે. મેં આ શહેરનો અનુભવ ખૂબ જ પહેલાં ક્યારેય નહીં કર્યો હોય એ રીતે કર્યો છે અને હું અહીં ફરી જરૂર આવીશ.’   


Whatsapp-channel Whatsapp-channel

18 April, 2024 06:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK