કોરોનાને અટકાવવા માટે ઍન્ટિ-સ્પિટિંગ કૅમ્પેન શરૂ કર્યું ભૂમિ પેડણેકરે
કોરોના વાઇરસને અટકાવવા માટે ઍન્ટિ-સ્પિટિંગ કૅમ્પેન શરૂ કર્યું છે ભૂમિ પેડણેકરે. આ વાઇરસ થૂંકવાથી પણ ફેલાય છે અને એ વિશે લોકોને જાગરૂક કરવા માટે એક એનજીઓ સાથે મળીને ભૂમિએ આ કૅમ્પેન શરૂ કર્યું છે. આ વિશે ભૂમિએ કહ્યું કે ‘આપણે કોરોના વાઇરસને હરાવવાનો છે અને દરેકે સાથે મળીને એ કામ કરવું પડશે. થૂંકવાની આદત આપણે છોડી દેવી જોઈએ. આપણે આપણા દેશને બચાવવાનો છે. આપણો દેશ ખૂબ મુશ્કેલીમાં છે અને થૂંકવાથી પણ આ બીમારી લોકો સુધી પહોંચે છે. આપણે જે રીતે ટૉઇલેટ કૅમ્પેન માટે જોડાઈને દેશને સાફ બનાવ્યો હતો એ જ રીતે આપણે ઍન્ટિ-સ્પિટિંગ કૅમ્પેન દ્વારા દેશને સાફસૂથરો બનાવવાનો છે. આપણે અહીં-તહીં ન થૂંકીને દેશને કોરોના-ફ્રી બનાવવાનો છે.’