Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હિન્દીમાં અભિવાદન અને સિલ્વર કલરનો ડિઝાઇનર ગાઉન

હિન્દીમાં અભિવાદન અને સિલ્વર કલરનો ડિઝાઇનર ગાઉન

Published : 24 February, 2026 11:12 AM | Modified : 24 February, 2026 11:14 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

BAFTA અવૉર્ડ્‌સમાં પોતાના લુક અને સ્ટાઇલથી છવાઈ ગઈ આલિયા ભટ્ટ

BAFTA અવૉર્ડ્‌સમાં આલિયા ભટ્ટ છવાઈ ગઈ

BAFTA અવૉર્ડ્‌સમાં આલિયા ભટ્ટ છવાઈ ગઈ


બ્રિટિશ ઍકૅડેમી ઑફ ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન આર્ટ્સ (BAFTA) અવૉર્ડ્‌સ 2026માં આલિયા ભટ્ટે પ્રેઝન્ટર તરીકે જવાબદારી નિભાવી હતી અને આ ફંક્શનમાં આલિયા પોતાના આગવા અંદાજથી છવાઈ ગઈ હતી. આલિયાએ BAFTAના સ્ટેજ પર પહોંચીને સૌપ્રથમ નમસ્કાર કહીને સૌનું અભિવાદન કર્યું હતું અને હિન્દીમાં બોલવાની શરૂઆત કરી હતી. આમ આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની માતૃભાષા અને સંસ્કૃતિને સારી રીતે રજૂ કરવાની આલિયાની આ સ્ટાઇલે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આ રીતે તેણે ફરી એક વાર સાબિત કર્યું કે તે ગ્લોબલ સ્ટાર હોવાની સાથે મૂળિયાં સાથે પણ જોડાયેલી છે.

મારી દીકરી મારી પ્રેરણા



આલિયાએ BAFTA અવૉર્ડ્‌સમાં મીડિયા સાથે વાત કરતી વખતે તેની ૩ વર્ષની દીકરી રાહા વિશે પણ વાત કરી છે. દીકરી વિશે વાત કરતાં આલિયાએ કહ્યું હતું કે ‘કૅમેરા સામે હોવું એ મારા માટે આશીર્વાદ છે, પરંતુ અત્યારે મારી પ્રેરણા અને જાદુનો સ્રોત મારી દીકરી રાહા છે. ૩ વર્ષની રાહા હવે મારાં ગીતો પર ડાન્સ કરવા લાગી છે. રાહાના આ અંદાજને જોઈને લાગે છે કે આ જ સાચી જિંદગી છે.’


આલિયાનો સ્પેશ્યલ સિલ્વર લુક

BAFTAના સ્ટેજ પર આલિયાએ સિલ્વર કલરનો અદ્ભુત ગાઉન અને ક્રીમ કલરનો ફર-સ્ટોલ પહેર્યો હતો. આલિયાનું આઉટફિટ સબ્યસાચી મુખરજી દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. આલિયા હવે પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણ બાદ BAFTAમાં અવૉર્ડ પ્રેઝન્ટ કરનારી ત્રીજી ભારતીય ઍક્ટ્રેસ બની છે.


નમસ્કાર, અગલા અવૉર્ડ એક ઐસી ફિલ્મ કે લિએ હૈ જો અંગ્રેઝી મેં નહીં હૈ: BAFTA અવૉર્ડ એનાયત કરતી વખતે શરૂઆતમાં હિન્દીમાં આવું વાક્ય બૉલીને આલિયા ભટ્ટે દિલ જીતી લીધાં

આલિયા ભટ્ટે ૨૦૨૬ના બ્રિટિશ ઍકૅડેમી ઑફ ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન આર્ટ્‌સ (BAFTA) અવૉર્ડ્‌સમાં બેસ્ટ ફિલ્મ નૉટ ઇન ધ ઇંગ્લિશ લૅન્ગ્વેજ કૅટેગરીનો અવૉર્ડ પ્રેઝન્ટ કરીને નૉર્વેજિયન ડ્રામા-ફિલ્મ ‘સેન્ટિમેન્ટલ વૅલ્યુ’ને વિજેતા જાહેર કરી હતી. આ અવૉર્ડની જાહેરાત કરતી વખતે આલિયાએ પોતાની સ્પીચની શરૂઆત હિન્દીમાં નમસ્કાર કહીને કરી હતી.

આલિયાએ પોતાની સ્પીચની શરૂઆતમાં હિન્દીમાં કહ્યું હતું કે નમસ્કાર, અગલા અવૉર્ડ એક ઐસી ફિલ્મ કે લિએ હૈ જો અંગ્રેઝી મેં નહીં હૈ... એ પછી આલિયાએ પોતાની સ્પીચને અંગ્રેજીમાં આગળ વધારતાં કહ્યું કે ‘હું હિન્દીમાં કહેતી હતી કે નેક્સ્ટ અવૉર્ડ નૉન-ઇંગ્લિશ ફિલ્મ માટે છે. ફિલ્મો અનેક અવાજોમાં બોલે છે, પણ આપણે હંમેશાં સિનેમાની ભાષાને સેલિબ્રેટ કરીએ છીએ અને આ ભાષા તો આપણે બધા સરળતાથી બોલીએ છીએ.’

Whatsapp-channel Whatsapp-channel

24 February, 2026 11:14 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK