Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આલિયાની આલ્ફા પહેલાં થિયેટરમાં જ રિલીઝ થશે

આલિયાની આલ્ફા પહેલાં થિયેટરમાં જ રિલીઝ થશે

Published : 24 February, 2026 10:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ માટે યશરાજ ફિલ્મ્સે OTTની ૨૧૫ કરોડ રૂપિયાની ડીલ ઠુકરાવી હોવાની ચર્ચા

આલિયા ભટ્ટની ફાઇલ તસવીર

આલિયા ભટ્ટની ફાઇલ તસવીર


આલિયા ભટ્ટ હવે યશરાજ ફિલ્મ્સની ‘આલ્ફા’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે શર્વરી વાઘ પણ મહત્ત્વના રોલમાં છે. થોડા સમય પહેલાં ચર્ચા હતી કે મેકર્સ ફિલ્મને સીધી  OTT પર રિલીઝ કરવાનો વિકલ્પ વિચારતા હતા અને રિપોર્ટ્સ અનુસાર નેટફ્લિક્સે ફિલ્મને સીધી ડિજિટલ રિલીઝ માટે અંદાજે ૨૧૫ કરોડ રૂપિયાની મોટી ઑફર આપી હતી. જોકે હવે માહિતી મળી છે કે મેકર્સે આ ડીલને નામંજૂર કરી દીધી છે અને ફિલ્મ હવે થિયેટરમાં જ રિલીઝ થશે. યશરાજ ફિલ્મ્સના પ્રવક્તાએ સ્પષ્ટ જણાવ્યું કે તેઓ હંમેશાં સિનેમૅટિક અનુભવને પ્રાથમિકતા આપે છે અને પોતાની ફિલ્મોને થિયેટરમાં રિલીઝ કર્યા વગર સીધી OTT પર સ્ટ્રીમ કરવાનું કોઈ જ પ્લાનિંગ નથી.


Whatsapp-channel Whatsapp-channel

24 February, 2026 10:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK