Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આયુષ્માન અને મારી જોડી ખૂબ જ નસીબદાર છે : ભૂમિ

આયુષ્માન અને મારી જોડી ખૂબ જ નસીબદાર છે : ભૂમિ

17 November, 2019 09:33 AM IST | Mumbai

આયુષ્માન અને મારી જોડી ખૂબ જ નસીબદાર છે : ભૂમિ

ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકર


ભૂમિ પેડણેકરનું કહેવું છે કે તેની અને આયુષ્માન ખુરાનાની ઑન- સ્ક્રીન જોડીને લોકો ખૂબ પસંદ કરે છે. આ બન્નેએ ‘દમ લગા કે હઇશા’, ‘શુભ મંગલ સાવધાન’ અને ‘બાલા’માં સાથે કામ કર્યું છે. પોતાની ઑન- સ્ક્રીન જોડી વિશે ભૂમિએ કહ્યું હતું કે ‘આયુષ્માન અને હું ખૂબ નસીબદાર છીએ કે અમારી ઑન- સ્ક્રીન જોડીને લોકો ખૂબ પ્રેમ અને પ્રશંસા આપે છે. અમે એક કલાકાર તરીકે એક બીજાના વખાણ કરીએ છીએ. ઑન- સ્ક્રીન અમારી કૅમિસ્ટ્રી પણ સારી જામે છે અને એ સ્ક્રીન પર પણ દેખાય છે. હું ખુશ છું કે લોકોએ અમારી જોડીને ખૂબ પ્રેમ આપ્યો છે. અમે ત્રણ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.’
આયુષ્માન સાથેની ફિલ્મો વિશે જણાવતાં ભૂમિએ કહ્યું હતું કે ‘અમે ‘દમ લગા કે હઇશા’થી ‘શુભ મંગલ સાવધાન’ અને ‘બાલા’ સુધીનો સફર ખેડ્યો છે. અમારી જોડી આ ફિલ્મોમાં બની છે. આ ફિલ્મોએ કેટલીક સમસ્યાઓ પર પ્રકાશ પાડી છે. એથી મને લાગે છે કે અમારી જોડી વાસ્તવિકતા અને સામાજિક મુદ્દાઓને પ્રામાણિકપણે અને મનોરંજક ઢબે રજુ કરે છે.’


Whatsapp-channel Whatsapp-channel

17 November, 2019 09:33 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK