દેશની સાથે પોતાના વિકાસ માટે યુવાનોને વોટ કરવા માટે તેણે કરી અપીલ
આયુષમાન ખુરાનાની પાર્લામેન્ટ મુલાકાત દરમ્યાન તસવીર
આયુષ્માન ખુરાનાએ હાલમાં જ નવા પાર્લમેન્ટ બિલ્ડિંગની મુલાકાત લીધી છે. આ મુલાકાતના તેણે ઇન્સ્ટાગ્રામ પર ઘણા ફોટો અને વિડિયો શૅર કર્યા છે. પાર્લમેન્ટ બિલ્ડિંગનાં વખાણ કરવાની સાથે લોકોને વોટ આપવા માટે પ્રેરિત કરતાં આયુષ્માને વિડિયોમાં કહ્યું કે ‘દુનિયામાં ઇન્ડિયા સૌથી મોટી લોકશાહી છે અને આપણે એને સેલિબ્રેટ કરવી જોઈએ. ઇન્ડિયા ખૂબ જ યુવાન દેશ છે. દુનિયામાં સૌથી વધુ યુવાનો ભારતમાં છે. દેશના ખરા લીડર તો યુવાન છે. તમે ઇચ્છતા હો કે તમારો વિકાસ થાય તો એ માટેનું સૌથી મોટું અને પાવરફુલ હથિયાર વોટ છે. વોટ કરો અને તમારા ફેવરિટ લીડરને પાર્લમેન્ટમાં તમારો અવાજ બનાવો. તેમ જ હું એ કહેવા માગું છું કે પાર્લમેન્ટ ખૂબ જ સુંદર બનાવવામાં આવી છે. એક આર્ટિસ્ટ હોવાથી હું ઇચ્છું છું કે બીજા આર્ટિસ્ટના કામની પણ કદર કરવામાં આવે.’ આ ફોટો અને વિડિયો શૅર કરીને આયુષમાને કૅપ્શન આપી હતી કે ‘નવા પાર્લમેન્ટ બિલ્ડિંગની મુલાકાત લેવાનો મને ગર્વ છે. આપણી લોકશાહી અને કલ્ચરને રેપ્રિઝેન્ટ કરતા અદ્ભુત બિલ્ડિંગની મુલાકાત લેવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે. જય હિન્દ.’