Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રશિયન મહિલા સાથે દિલ્હી ઍરપોર્ટના અધિકારીનું વર્તન યોગ્ય કે અયોગ્ય? સોશ્યલ મીડિયા બે ભાગમાં વહેંચાઈ ગયું

રશિયન મહિલા સાથે દિલ્હી ઍરપોર્ટના અધિકારીનું વર્તન યોગ્ય કે અયોગ્ય? સોશ્યલ મીડિયા બે ભાગમાં વહેંચાઈ ગયું

30 April, 2024 09:36 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અધિકારીએ ભવિષ્યમાં મદદરૂપ બનવા માટે વિવેક બતાવ્યો હોય એવું પણ બની શકે છે.

વાઇરલ વિડિયોની તસવીર

લાઇફ મસાલા

વાઇરલ વિડિયોની તસવીર


દિલ્હી ઍરપોર્ટથી પોતાના દેશ જઈ રહેલી દિનારા નામની એક રશિયન મહિલાએ દાવો કર્યો હતો કે તેની ટિકિટ પર પાસપોર્ટ કન્ટ્રોલ ઑફિસરે પોતાનો ફોન નંબર લખ્યો હતો અને ફરી ભારત આવે તો કૉલ કરવા જણાવ્યું હતું. યુવતી કન્ટેન્ટ-ક્રીએટર હોવાથી તેનો આ વિડિયો ઘણા લોકો સુધી પહોંચ્યો હતો. દિનારાએ વિડિયોમાં કહ્યું કે ‘આ કેવું વર્તન! હું ચોંકી ગઈ છું.’
આ વિડિયો પર કેટલાક યુઝર્સે પાસપોર્ટ કન્ટ્રોલ ઑફિસરના વર્તનને અયોગ્ય ગણાવ્યું હતું, તો કોઈકે લખ્યું કે આમાં ગેરસમજ થઈ હોઈ શકે છે, અધિકારીએ ભવિષ્યમાં મદદરૂપ બનવા માટે વિવેક બતાવ્યો હોય એવું પણ બની શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2024 09:36 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK