વિશ્વભરમાં તેઓ આશરે ૧૦ રેસ્ટોરાંનાં માલિક હતાં
આશા ભોસલે વિશ્વભરમાં આશરે ૧૦ રેસ્ટોરાંનાં માલિક હતાં
બૉલીવુડનાં ટોચનાં ગાયિકા આશા ભોસલેનું ૯૨ વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેમના નામે સૌથી વધુ ગીતો ગાવાનો રેકૉર્ડ પણ નોંધાયેલો છે. આશા ભોસલેએ પોતાની ૮૦ વર્ષની સિન્ગિંગ-કરીઅરમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. આ બધાની સાથે તેઓ સ્વાદિષ્ટ ભોજનનાં પણ શોખીન હતાં અને વિશ્વભરમાં તેઓ આશરે ૧૦ રેસ્ટોરાંનાં માલિક હતાં.
આશા ભોસલેએ દુબઈમાં પોતાના નામે એક ભારતીય રેસ્ટોરાં શરૂ કરી હતી જ્યાં તેઓ પોતાના મહેમાનોને તેમનું ફેવરિટ ભારતીય ફૂડ પીરસતાં હતાં. આશા ભોસલેએ એક વખત મીડિયા સાથે વાતચીત કરતી વખતે જણાવ્યું હતું કે ‘દુબઈ સિવાય લંડન અને મૅન્ચેસ્ટરમાં પણ મારી એક-એક રેસ્ટોરાં છે. અમારી બર્મિંગહૅમમાં બે, કુવૈતમાં પાંચ તેમ જ દોહા, કતર, બાહરિન, અબુ ધાબી જેવા મધ્ય પૂર્વના દેશોમાં પણ રેસ્ટોરાં છે.’
ADVERTISEMENT
આશા ભોસલેએ આ જ વાતચીતમાં જણાવ્યું હતું કે તેમને શેફનો કોટ પહેરવાનું ખૂબ ગમે છે. તેમને એ પહેરીને એવું લાગે છે જાણે કોઈ સુંદર ડ્રેસ પહેરી લીધો હોય.
